Abtak Media Google News

હાલના સાંપ્રત સમયમાં આ તમામ પ્રકારના પ્રોડક્ટો માટે ની મંજૂરી નો સમય ૨૪ મહિના સુધીનો જોવા મળતો હતો જે હવે ઘટી જશે

ભારત દેશમાં વિવિધ ક્ષેત્રે અને ઇનોવેટિવ પ્રોડક્ટ નું નિર્માણ થતું હોય છે પરંતુ તેના ઉત્પાદન માટે જે જરૂરી મંજૂરી લેવી પડતી હોય તેનો સમય આશરે ૨૪ મહિના એટલે કે બે વર્ષ જેટલો હોવાનું સામે આવતું હતું પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ફરમાન જાહેર કરતાં એ વાત સ્પષ્ટ કરી છે કે કોઈપણ ઇનોવેટિવ પ્રોડક્ટ ની મંજૂરીની કામગીરી કરવામાં આવતી હોય તો તે સમય અડધોઅડધ સુધી ઘટાડી દેવો પડશે જેથી એક વર્ષના સમયગાળામાં ઇનોવેટિવ પ્રોડક્ટને મંજૂરી મળી શકશે બીજી તરફ સરકાર દ્વારા સિંગલ વિન્ડો અને ડિજિટલ પોર્ટલ મારફતે તમામ દસ્તાવેજો આપવામાં આવશે જેથી ઘણો ખરો સમય પણ બચી જાય.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ફરમાન સાથે ફાર્માસ્યુટિકલ અને કેમિકલ તથા ફર્ટિલાઇઝર મંત્રાલયને પણ તાકીદ કરી છે. જો આ પ્રકારની પ્રોડક્ટમાં મંજૂરીનો સમય ઘટાડવામાં આવે તો તેનો જ સીધો ફાયદો કંપનીને મળી શકે છે સાથોસાથ લોકોને તેની ઉપયોગિતા પણ સારી રીતે તેઓ મેળવી શકશે હાલના તબક્કે મંજૂરી માટે બે વર્ષ જેટલો લાંબો સમય લાગતો હતો જેમાં હવે ઘટાડો થઈ જશે.

સરકારે સાથોસાથ એ વાતની પણ તાકીદ કરી છે કે મંજૂરીની સાથોસાથ ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે તેનું ચેકલીસ્ટ તેનું ઇન્સ્પેક્શન જજ સહિતની તમામ ચીજવસ્તુઓ નું એ જ સમયે પાલન કરવામાં આવે. તમામ મુદ્દાઓને ડિજિટલ કરી દેવાતા જે માનવ આધારિત કામો મંજૂરી માટે કરવામાં આવતાં તેમાં પણ અનેક અંશે ઘટાડો આવશે.

ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા જે પ્રોડક્ટ નું નિર્માણ કરવામાં આવતું હોય છે તેમાં મંજુરીની સમય મર્યાદા ખૂબ જ વધુ હોવાથી અને પ્રશ્નો ઊભા થતા હતા પરંતુ હવે આ તમામ જરૂરી મુજબ ની ચીજ વસ્તુઓ ની મંજૂરી નો સમય ઘટતાં તેની ઉપયોગીતા અને તેની મહત્ત્વતા પણ ખરા અર્થમાં વર્ષે અત્યાર સુધી કોઈ પણ મેડિકલ સાધનો કે દવા અને મંજૂરીની મોહર બે વર્ષના સમયગાળા દરમિયાન જ મળતી હતી પરંતુ તેમાં હવે ઘટાડો થશે. આપને ક્યાંક સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય અત્યંત સરાહનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.