‘ચાય-વાયઅને રંગ મંચ’ આજે અભિનેત્રી રાગીણી શાહ

છેલ્લા ત્રણ માસથી વધુ સમયથી ચાલતી કોકોનટ થિયેટર પ્રસ્તૃત નચાય-વાયઅને રંગ મંચ શ્રેણીથમાં ગુજરાતી રંગભૂમિ-ટીવી, ફિલ્મોના ખ્યાતનામ કલાકારો લાઈવ આવીને ચર્ચા સાથે પોતાના અનુભવો શેર કરીને કલા ક્ષેત્રે રસ ધરાવતા યુવા કલાકારોને માર્ગદર્શન આપી રહ્યા છે. આજે પ્રસારીત થનારા 99માં એપિસોડમાં ગુજરાતી તખ્તા અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી રાગીણી શાહ લાઈવ આવીને વિવિધ દિગ્દર્શક સાથે કામ કરીને શીખવા અને અનુભવાયેલા પ્રસંગો શેર કરશે.

ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનીત અને ગુજરાત રાજય સરકાર દ્વારા ચાર વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર રાગીણી શાહ ગુજરાતી ફિલ્મો અને ટીવી ધારાવાહિકથી દર્શકોમાં ખૂબજ જાણીતા છે. તેમને ટ્રાન્સ મીડીયા એવોર્ડ પણ મળ્યો હતો. ફિલ્મો ઉપરાંત ઘણા નાટકોમાં તેમના અભિનયનાં ઓજસ પાર્થયા હતા.

આવનારા જાણીતા કલાકારો

કાલે-જાણીતા રાઈટર અને લોકસાહિત્યકાર-જોરાવરસિંહ જાદવ

ગુરૂવારે-તારક મહેતા સિરીયલ ફેઈમ દયા- દિશા વાંકાણી પડીયા

શુક્રવારે- જાણીતા ડાયરેકયર એકટર-જે.ડી.મજીઠીયા