ચાય-વાય & રંગ મંચ: કલાકાર અને કલાકારી અંગે રસપ્રદ વાતો કરતા લોક સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ, આજે “દયાભાભી” લાઈવ

કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3માં ગઈકાલના લાઈવ સેશનનાં આવ્યા  હતા. પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત, ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત, ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સન્માનિત, મેઘાણી સુવર્ણ ચંદ્રક, ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર પ્રાપ્ત, સુપ્રસિદ્ધ લેખક, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક અને પ્રોત્સાહક  જોરાવરસિંહ જાદવ, જેમનો વિષય હતો ગુજરાતી સાંસ્કૃતિક કલ્ચર અને સાંસ્કૃતિક આર્ટ ખુબ જ સુંદર અને જાણકારી ભર્યું વક્તવ્ય શરુ કરતા 1940માં ધંધુકા તાલુકાના આકરું ગામમાં જન્મેલા જોરાવરસિંહ સાહેબે જણાવ્યું કે પિતાની શાખ મોટી હતી એટલે એમના આંગણે વાલી, મદારી, નટ, બજાણીયા, ભવાયા, રામલીલા વાળા અનેક કલાકારો આવતા. જેમના સંસ્કારો મારા માનસ પટલ પર અંકિત થયા અને એ સંસ્કારો  વટવૃક્ષ ત્યાં અને એમાંથી જન્મ થયો.

ગીરના જંગલ-કોતર-પહાડ-નદીઓની આસપાસનાં સૌદર્ય વચ્ચે લોક સંસ્કૃતિ-સાગર સંસ્કૃતિ સાથે અનેક કલાઓ પાંગરી છે: લોક સાહિત્યકાર-જોરાવરસિંહ જાદવ

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઇજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટનો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચ્યા બાદ એમની જેમ જ લોકસાહિત્યનું સશોધન કાર્ય કરવાની મને પ્રેરણા થઇ અને ગર્વ સાથે કહું છું કે લોકસાહિત્યના સંશોધનનાં આજે મારા 98 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. મુખ્ય કાર્ય લોકકલાકાર અને લોકસંસ્કૃતિ સાથે વર્ષોથી સંબંધ રહ્યો છે. જે કલાકારોને હું તખ્તા પર લઇ આવ્યો, જેમને મેં શોધી શોધીને લોકો સુધી પહોચાડ્યા, જેમને મેં અનેક વાર વિદશ યાત્રા કરાવી અને ત્યાં ભારતીય સંસ્કૃતિ લોકકલાને પહોચાડી એ લોકોએ જ મને ભારત સરકારના ગૌરવવંતા પદ્મશ્રી પુરસ્કાર સુધી પહોચાડ્યો છે.

મારા થકી કલાકારો નહિ, પણ એ કલાકારો થકી હું છું.ગુજરાતના સૌરાષ્ટ્રને અડીને 1600 કિલોમીટરનો સાગર કાંઠો છે તથા ગીરના જંગલ, કોતર, પહાડ, નદીઓની આસપાસ કુદરતી સૌન્દર્ય વચ્ચે લોક સંસ્કૃતિ, સાગર સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ અને બીજી અનેક સંસ્કૃતિ અને કલાઓ પાંગરી છે.ગુજરાતના સૌરાષ્ટ્ર, કાઠીયાવાડ અને કચ્છમાં લોકકળા પાંગરી છે કચ્છના પહેરવેશ ત્યાના ઘર, ખોરડા, ભૂંગા, ભીંત ચિત્રો, એમના શણગાર, પશુ શણગાર, તહેવાર આ દરેકમાં લોક સંસ્કૃતિ પાંગરી છે. જેનો જોટો સમગ્ર જગતમાં જડવો મુશ્કેલ છે.

જોરાવરસિંહ જાડેજા સાહેબે આજે જે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ વિશેની જે વાતો કરી છે એનું વર્ણન અદ્ભુત છે અનેક ઉદાહરણો સાથે એમણે ઘણી લોકકલા વિષે વાત કરી જેમાં મેઘાણી, દુલા ભાયા કાગ અને બીજા અનેક લોકકલાકારની વાત પણ શામેલ છે. મિત્રો આપ સૌને ખાસ જણાવવાનું કે કોકોનટ થીયેટરનાં ફેસબુક પેજ પર જઈ આ સેશન જરૂરથી માણજો. ગુજરાતની લોકકલા અને લોક સંસ્કૃતિ માટે જોરાવરસિંહજી અને ભારત સરકાર કે બીજી અન્ય સંસ્થાઓ કઈ રીતે કાર્ય કરે છે એ ખરેખર જાણવા જેવું છે.

મદારી,ભવાયા,નટ બજાણીયા અને બીજા અનેક લોકકલાના રખેવાળ સમા કલાકારોની વાતો આ સેશનમાં શામેલ છે. વાતોની સાથે સાથે એમણે માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા સેશનમાં દિશા વાકાણી, જેડી મજેઠીયા, આતિશ કાપડીયા, સુપ્રિયા પાઠક, સૌમ્ય જોશી, સિતાંશુ યશશ્ચંદ્ર  જેવા જાણીતા કલાકારો લાઈવ આવીને પોતાના અનુભવો શેર કરશે.

તારક મહેતા… ફેઈમ ‘દયાભાભી’ લાઈવ આવશે

ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં આજે સાંજે  6 વાગે  ‘તારક મહેતા  કા ઉલ્ટા ચશ્મા’ ફેઈમ દયા ભાભી લાઈવ આવશે. ગુજરાત  ગૌરવ પુરસ્કાર  સન્માનીત-લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણી પડિયા તેના આ પાત્રથી દર્શકોમાં ખૂબજ જાણીતા છે. તેઓ  અગાઉ પણ   ‘લાલી-લીલા’ નાટકમાં શ્રેષ્ઠ અભિનય થકી પ્રેક્ષકોની વાહવાહ મેળવી હતી. નાટકો-ફિલ્મો-ટીવી શ્રેણી સાથે અભિનયના ઓજસ ત્રિવેધ ક્ષેત્રે પાથર્યા છે.

આજે તેઓ ‘રંગભૂમિના રંગ’ વિષયક પોતાની  વાતો-વિચારો અને  અનુભવો  શેર કરશે. અભિનયમાં સાહજીકતા સાથે પાત્રમાં ઢળી જઈને સુંદર અભિનય તેમની ખાસ આવડત છે. સમગ્ર દેશ અને વિદેશોમાં પણ તેમના  ટીવી શ્રેણી તારક મહેતા…ના ‘દયાભાભી’ના પાત્ર થકી તેઓ જગમશહૂર થયા છે. આજનું તેમનું સેશન દરેક યુવા કલાકારોએ જોવા જેવું છે.