‘ચાય-વાય & રંગ મંચ’ શ્રેણી: આજના નાટકો જોઈને લોકો અકળાઈ ગયા છે, યુવા વર્ગને પસંદ પડે તેવા નાટકો બનાવો: નિર્માતા- લતેશ શાહ

0
22

‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ 

ગુજરાતી તખ્તાનાં સુપ્રસિદ્ધ ,લેખક અને કલાકાર  લતેશ શાહ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં એમનાં ફેન્સ અને મિત્રો સમક્ષ રૂબરૂ થયા. રંગભૂમિ તારૂ શું થશે ? એવા અનોખા વિષય પર વાત કરતા લતેશ શાહે જણાવ્યું કે ગુજરાતી રંગભૂમિ પર માત્ર સિરીઝ નાટક અથવા તો કોમેડીના નામે ધમપછાડા કર્યા અને વ્હોટ્સ એપ પર આવતા જોક્સ ના નાટકોથી અલગ જેને ખરેખર નાટક કહી શકાય એવા સમાજના વિષયો પર  નાટક બનવા જોઈએ.

ગુજરાતી રંગભૂમિના ઘણા નામાંકિત વ્યક્તિઓ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં જોડાયા જેમની સાથે ચર્ચા કરતા લાતેશશાહે  દરેકને એક સાથે આવવાની અને ગુજરાતી રંગભૂમિને બચાવી લેવાની હાકલ કરી. અને દરેક મિત્રોએ એમને સારો પ્રતિસાદ આપ્યો. રંગભૂમિ પર કલાસીકલ નાટકો આવતા લોકોમાં નાટક જોવાનો મોહ ઓછો થતો જાય છે, શરૂઆતના બે ચાર શો માટે લોકો ટીકીટ બારી પર આવે છે અને પછી દેખાતા નથી. લગભગ 2200 વર્ષ પહેલા શરુ થયેલ કાલીદાસ નાં નાટકો અને અત્યારે લગભગ 1800 વર્ષ પહેલા પારસીઓ દ્વારા શરુ થયેલ થિયેટરનાં નાટકો કોઈ મેસેજ આપી જતા હતા જેનાથી લોકોની સંસ્કૃતિમાં ફેરફાર થતા. કલકત્તાથી આવેલ શમ્ભુ મિત્રા જે ઉત્તમ નાટકો આપતા એ કહેતા કે પ્રેક્ષકો નાટક જોવા દીવો લઈને આવે છે અને નાટક જોઇને જતા આત્મા ને પ્રકાશમય કરીને જાય છે કઈક શીખીને કઈક લઈને જાય છે. આજનાં નાટકો જોઇને લગભગ લોકો અકળાઈ ગયા છે. આવા જ નાટકો આવશે તો કદાચ નાટકો જોનાર આ છેલ્લી પેઢી હશે. કોઈના કહેવાથી નાટકો બને એના કરતા લેખક, દિગ્દર્શક સમાજને કોઈ સંદેશ આપે એવા અલગ વિષયના નાટકો બનાવે તો સારું.સાચો પ્રેક્ષક ખોવાઈ ગયો છે. એ સાચા પ્રેક્ષકને નાટક જોવા કરવા માટે એને ગમતા નાટકો બનવા જોઈએ. ઓડીયન્સ આવશે જ નહિ તો રંગભૂમિ કેમ ચાલશે ? માટે ઓડીયન્સ આવતી થાય એવા નાટકો બનવા જોઈએ સારા વિષય લાવવા પડશે.

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણીમાં  વિવિધ કલાકારો પોતાના અનુભવો દર્શકો સામે વાગોળે છે

વધુમાં કહ્યું કે યુવા દર્શક વર્ગને ધ્યાનમાં રાખીને નાટકો બનવા જોઈએ. સરકારની મદદ મેળવવા કરતા આપણે આપણી બ્રાન્ડ ઉભી કરાવી જોઈએ. એવું માનવું છે લતેશ શાહનું. ખુબ જ તીખા અને આકરા પ્રત્યાઘાતો સાભળવા મળ્યા લતેશ ભાઈની વાતમાં પણ સાચી વાત હમેશા કડવી હોય છે. રંગભૂમિને ફરી ધમધમતી કરવા આકરા પગલાં લેવા જરૂરી છે. અને લતેશ ભાઈ ની વાત સાથે એમને લાઈવ જોનારા પ્રેક્ષકો અને રંગભૂમિના દરેક વ્યક્તિ સહમત થયા. યુવાન લેખકો માટે આ સારો સમય છે. જુના લેખકો જે રંગભૂમિથી અળગા થઇ ગયા છે એમને પાછા લાવવા પડશે. જેમ પારસી રંગભૂમિ નામશેષ થઇ ગઈ એમ ગુજરાતી રંગભૂમિ ભુસાઈ ન જાય એને કટોકટીમાંથી બ્હાર કાઢવા દરેકે સાથે મળીને સજ્જ થવું પડશે. નહી તો રંગભૂમિ તારું શું થશે ?

લતેશ ભાઈને સાંભળવા એમનો ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન સાથે

જોડાયો. અને તમે જો લતેશ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં  કાજલ ઓઝા વૈધ, પ્રવીણ સોલંકી,  મીનલ પટેલ, ટીકુ તલસાણીયા, વંદના પાઠક  જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

આજે ચાય-વાય અને રંગ મંચમાં ‘પ્રતિધાત’ ફિલ્મ ફેઈમ સુજાતા મહેતા લાઈવ

બોલીવુડમાં અભિનય ક્ષમતાનોપરચો આપી ચૂકેલા ગુજરાતી નાટકો-ફિલ્મોના લોકપ્રિય પ્રતિભાશાળી અને સુપ્રસિધ્ધ અભિનેત્રી સુજાતા મહેતા અને સાંજે 6 વાગે કોકોનટ થિયેટર અને અબતક મીડિયાના સોશિયલ મીડીયાના ફેસબુક  પર લાઈવ રજૂ થઈને એક જીવન ઘણી બધી જીવન જીવવાની  ઉપર પોતાની વાતો અનુભવોને દ્રષ્ટાંતો રજૂ કરશે દર્શકોના  જવાબો પણ આપશે. બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘પ્રતિઘાત’માં સુંદર અભિનય કરીને લોકહૃદયમાં સ્થાન પામનાર આ અભિનેત્રીએ ‘ચિત્કાર’ નાટકના એટલા બધા શો કર્યા કે આ નાટક તેનાથી જાણીતું  થઈ ગયું હતુ. હમણા થોડા વર્ષો પહેલા આ નાટક પરથી ‘ચિકત્કાર’ ગુજરાતી ફિલ્મ પણ બની હતી. તેમણે યતીમ (1988) અને ગુનાહ (1993)માં સહાયક અભિનેત્રીનો રોલ કર્યો હતો.

તેમણે કેરિયરનો આરંભ ગુજરાતી નાટકોથી કર્યો હતો. નાના મોટા રોલ કર્યા બાદ નાટકોની મુખ્ય હિરોઈન બની હતી.  1987માં એન.ચંદ્રાની ફિલ્મ ‘પ્રતિઘાત’ ફિલ્મથી તે ખૂબજ સફળ થઈ હતી.

સુજાતા મહેતાએ ટીવી ધારાવાહિક ખાનદાન શ્રીકાંત-યહ મેરી લાઈફ હે તથા કયા હોગા નિમ્મોકા જેવીમાં ‘ર્માં’નું પાત્ર કરીને  દર્શકોમાં જાણીતી  બની હતી. છેલ્લે  તે 2018માં ‘ચિત્કાર’ ગુજરાતી ફિલ્મમાં અને હિન્દી ફિલ્મ ‘ધારા 370’માં  2019માં જોવા મળ્યા હતા તેમણે 30 જેટલા હિન્દી ફિલ્મોમાં  અભિનય આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here