‘ચાય-વાય & રંગ મંચ’ શ્રેણી: હું માંગુ અને તું આપી દે એટલે તું ઈશ્વર છે, પણ હું માંગુ જ નહિને મને મળી જાય એ મારી શ્રઘ્ધા -અરવિંદ વેકરીયા

કોકોનટ થિયેટર પ્રસ્તુત ‘ચાય વાય અને રંગમંચ શ્રેણી’ દરરોજ સાંજે 6 વાગે સોશિયલ મીડિયાના ફેસબુક પેઇજ ઉપર કલારસિકો દેશ-વિદેશના વિવિધ ખુણેથી જોડાઇને લાઇવ મનોરંજન માણી રહ્યા છે. ગુજરાતી તખ્તાને સંગ આ શ્રેણીમાં ગુજરાતી, હિન્દી ફિલ્મો, નાટકો અને ટીવી ધારાવાહિકના જાણીતા કલાકારો દરરોજ લાઇવ આવીને પોતાના અનુભવો વાગોળે છે.

ગુજરાતી રંગભૂમિના સીનીયર, અનુભવી દિગ્દર્શક અને પ્રસિદ્ધ કલાકાર અરવિંદ વેકરીયા જેમને બધા દાદુનાં હુલામણાં નામથી ઓળખે છે. એ કાલેે કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખતાને સંગ સીઝન  3 માં એમના મિત્રો સાથે હાય હલ્લો કરવા અને મનભરીને પોતાના અનુભવો શેયર કરવા પધાર્યા હતા..  જીવંત નાટ્ય કળા, કર્મ અને કોરોના કાળ  વિષય પર વાતો કરી. પોતાની સફળતાનું શ્રેય પત્નીને આપતા અરવિંદભાઈએ વાતની શરૂઆત કરી. 1949 થી નાટ્ય સફર શરુ કરી જેમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા ઘણા સારા બનાવ બન્યા ઘણા કડવા અનુભવ થયા કોઈને લાભ આપ્યો અને કોઈએ લાભ લીધો.

જીવંત કળાનાં અનેક પ્રકાર હોઈ શકે નાટક, ભવાઈ, કઠપૂતળીનાં ખેલ, ડાયરો, મુશાયરો જેમાં સામે બેઠેલા પ્રેક્ષકોનો અભિપ્રાય મળે, દાદ મળે અને કલાકારને જોશ ચઢે એ જીવંત કળા. રિયલ આર્ટ અને રીલ આર્ટ માં ફરક છે. પોતાનો અનુભવ જણાવતા એમના જુના નાટકોની યાદ તાજા કરી. ત્યારના સમયમાં જીવંત કળા સાથે દરેક કલાકાર સમર્પણ ભાવથી કામ કરતા એ વિષે જણાવ્યું, જીવંત કળા સાથે કર્મ ની વાત માંડતા દાદુએ કહ્યું કે સાથે આજના સમયના યુવાન કલાકારો વિષે કહ્યું કે જે કલાકાર બનવા મુંબઈ શહેરમાં આવે છે અને નાટકને પ્રથમ પગથીયું બનાવી સીરીયલ અને ફિલ્મોમાં કામ અને નામ, દામ મેળવવા અધીરા હોય છે પણ એ યુવાનો પોતાનાં ધ્યેયથી ભટકી જાય છે. શરૂમાં કોઈ નાટકમાં નાનકડો રોલ કે બેકસ્ટેજ થી શરૂઆત કરે ત્યારબાદ નાના નાના રોલ નાટકમાં કરે અને સીરીયલો નાં ઓડીશન આપે અને જેવું સિરીયલમાં કામ મળે કે રંગભૂમિને આવજો કરી જાય છે. એ ખોટું પણ નથી કેમકે નાટક અને સીરીયલના ફેમ અને દામ માં પણ ઘણો ફરક હોય છે. સીરીયલની સાથે જ્યાંથી શરૂઆત કરી હોય એ નાટકોને પણ વફાદાર રહેવું જોઈએ. કેમકે રંગભૂમિ એ કલાકારનાં રીયાઝનું માધ્યમ છે. મોટા મોટા કલાકારો આજેય રંગભૂમિ પર નાટકો કરે છે કેમકે એ રંગભૂમિ પાસેથી રોજ નવું શીખે છે.

દાદુએ જીવંત કળા અને કર્મ પછી કોરોના કાલ બાબતે વાત કરતા કહ્યું કે આ સમય પણ જતો રહેશે. ઈશ્વર પરની શ્રદ્ધા અને કલાકારોએ એકસાથે રંગ દેવતાને  કરેલી પ્રાર્થના જરૂર રંગ લાવશે જ. ક્યારેક શો જલ્દી શરુ થાય તો ક્યારેક મોડો. રંગભૂમિના વળતા પાણી આવશે એવું કહેનારાઓને દાદુએ કહ્યું કે આ પહેલા પણ લોકો આવું બોલ્યા હતા અને આજેય બોલે છે પણ એ સમયે નાટકો બંધ નહોતા થયા અને આવતા સમયમાં પણ નાટકો શરુ થશે જ.. શ્રદ્ધા વિષેની સરસ વાત કરતા કહ્યું કે  હું માંગુ અને તું આપી દે એટલે તું ઈશ્વર છે, પણ હું માંગુ નહિ ને મને મળી જાય એ મારી શ્રદ્ધા છે.

ઘણા સારા નરસા અને યાદગાર અનુભવો થકી જીવંત કળા અને કર્મ તથા કોરોના કાળની વાતો દાદુએ એમના ફેન્સ અને કલાકાર મિત્રો સાથે કરી. કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 માં અરવિંદ વેકરીયાનાં અનેક ચાહકો જોડાયા હતા, તમે જો ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 : 00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા, મીનળ પટેલ, જેવા રંગભૂમિનાં પ્રખ્યાત કલાકારોને લાઈવ જોઈ શકશો.

આજે નિર્માતા- લેખક – દિગ્દર્શક અને કલાકાર નિમેષ દિલિપરાય

કોકોનેટ થિયેટર પ્રસ્તુત ‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે ગુજરાતી નાટકના જાણીતા નિર્માતા, લેખક, દિગ્દર્શક અને ઉત્તમ કલાકાર નિમેષ દિલીપરાય  ‘નાટક લખવાથી ભજવવા સુધીની યાત્રા’ વિષયક પોતાની વાત વિચારો અને અનુભવો લાઇવ રજુ કરશે.

તેમણે ઘણા નાટકોમાં અભિનય સાથે સુંદર ડિરેકશન કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. સસ્પેન્સ, થ્રીલર નાટકોમાં તેમનો અભિનય નિખરી ઉઠતો હતો. તેમના જાણીતા નાટકોમાં બેનકાબ, તમસ, પ્રેમનો પેટીએમ, ધર્મોરક્ષિતી જેવા નાટય રસિકોને બહુ જ પસંદ પડયા હતા.