Abtak Media Google News

રાજકોટમાં આર.સી.ફળદુ જ્યારે ધનસુખ ભંડેરી મહેસાણામાં ઉપસ્થિત રહેશે

સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાએ ૧૩૮.૬૭ મીટર સુધી ભરાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન આવતીકાલે નર્મદા નીરનાં વધામણાં માટે રાજ્યના જિલ્લાઓમાં સવારે ૧૦.૦૦ કલાકે “નમામિ દેવિ નર્મદે મહોત્સવ કાર્યક્રમ રાજ્ય સરકારના મંત્રીઓ અને બોર્ડ નિગમોના અધ્યક્ષોની ઉપસ્થિતિ માં જન સહયોગ થી જિલ્લા કક્ષા એ  ઉજવાશે.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કેવડીયા ખાતે પ્રધામંત્રીના હસ્તે થનારા નર્મદા જળ વધામણાના રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ અને પદાધિકારીઓને નમામિ દેવી નર્મદે મહોત્સવ માટે ફાળવાયેલા જિલ્લા આ મુજબ છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી વડોદરા ખાતે મંત્રી પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજા અમદાવાદ શહેર તા ગ્રામ્યમાં રાજકોટમાં રણછોડભાઈ સી. ફળદુ આર.સી.ફળદુ સુરતમાં ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા  ગાંધીનગરમાં કૌશીકભાઈ જમનાદાસ પટેલ જામનગરમાં સૌરભભાઈ પટેલ (દલાલ) નવસારીમાં ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા જ્યારે જૂનાગઢમાં જયેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા પાટણમાં દિલીપકુમાર વીરાજી ઠાકોર બનાસકાંઠામાં ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા દેવભૂમિ દ્વારકામાં જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડા  છોટાઉદેપુરમાં બચુભાઈ મગનભાઈ ખાબડ મહીસાગરમાં જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર તાપીમાં ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ કચ્છમાં વાસણભાઈ ગોપાલભાઈ આહિર ભાવનગરમાં વિભાવરીબેન દવે અરવલ્લીમાં  રમણલાલ નાનુભાઈ પાટકર વલસાડમાં કિશોર કાનાણી(કુમાર) સાબરકાંઠામાં યોગેશભાઈ નારાયણભાઈ પટેલ  અમરેલીમાં ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા) ખેડામાં પંકજભાઈ દેસાઈ  મુખ્ય દંડક  જ્યારે ડાંગમાં આર.સી.પટેલ નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા ભરૂચમાં નરહરિ અમીન  ઉપાધ્યક્ષ રાજ્ય આયોજન દાહોદમાં ભાવનાબેન દવે  ઉપાધ્યક્ષ, યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ મોરબીમાં મેઘજીભાઈ કણઝરિયા, ચેરમેન, ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમ પોરબંદરમાં મુળુભાઈ બેરા, ચેરમેન,  ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ મહેસાણામાં ધનસુખભાઈ ભંડેરી, ચેરમેન, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ બોટાદમાં રાજશીભાઈ જોટવા ચેરમેન, ગુજરાત રાજય બીજ નિગમ ગીર સોમનાથમાં ડો.ભરતભાઈ બોઘરા,ચેરમેન, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના (સૌરાષ્ટ્ર/કચ્છ) આણંદમાં બળવંતસિંહ રાજપુત, ચેરમેન, ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ પંચમહાલમાં ડી. ડી. પટેલ,ચેરમેન, ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ ઉપસ્તિ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.