Abtak Media Google News

આવતીકાલે ૨૨ માર્ચ ૨૦૨૩ અને બુધવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે શારદીય નવરાત્રીમાં ઉત્સાહ ઉમંગ સાથે ભક્તિમાં ડૂબવાનું હોય છે જયારે ચૈત્રી નવરાત્રીએ સાધના માર્ગની નવરાત્રી છે જેમાં અનુષ્ઠાન દ્વારા શક્તિ પ્રાપ્ત કરવામાં આવે છે અને જગતજનની માં દુર્ગાનું આહવાન કરવામાં આવે છે. આ  ચૈત્ર નવરાત્રિમાં  કળશ સ્થાપના માટેનો શુભ સમય સવારે ૦૬.૨૩ થી ૦૭.૩૨  સુધીનો છે.

આ સમયે વિધિ અને નિયમો અનુસાર કળશ સ્થાપિત કરવો જોઈએ. કળશ સ્થાપના માટે માટીનું પાત્ર ,પવિત્ર સ્થાનથી લાવેલી માટી,ગંગાજળ, આંબા અથવા આસોપાલવ ના પાન, સોપારી, ચોખા, નારિયેળ, લાલ દોરો, લાલ કાપડ અને તાજા ફળ ફૂલ  લેવા જોઈએ.નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે.

કળશની સ્થાપના કરતા પહેલા મંદિરને ગૌમૂત્ર અને ગંગાજળથી પવિત્ર કરવું જોઈએ  અને લાલ આસાન આપવું જોઈએ અને તેના પર  થોડા ચોખાની ઢગલી કરવી જોઈએ. પહોળા માટીના વાસણમાં જવારા વાવવા જોઈએ અને  તેના પર પાણી ભરેલો કળશ રાખવો તથા  આ કળશમાં સોપારી, સિક્કો અને અક્ષત મુકવા અને  ઉપર લાલ વસ્ત્રમાં લપેટી નાળિયેર મૂકવું  અને આસોપાલવ કે આંબાના પાંચ આખા પાન મુકવા અને મા દુર્ગાનું ધ્યાન ધરી દિપક પ્રજ્વલિત કરી માતાને ભોગ ધરી (ધૂપ, દીપ, નૈવેદ્ય)  પૂજાનો પ્રારંભ કરવો જોઈએ.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.