જામનગરની ચકચારી ઘટના…. યુવક અને યુવતીનો મળ્યો મૃતદેહ

સમગ્ર જામનગરમાં ચકચાર મચાવે તેવી ઘટના. જામનગર શહેર નજીક આવેલા વિભાપરના વાડી વિસ્તારમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળ્યા. યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યાની ઘટનાની જાણ થતા બેડી મરીન પોલીસ કાફલો અને પી.એસ.આઇ સી.એમ. કાંટેલીયા તથા એ.એસ.આઈ. ફિરોજભાઈ દલ વગેરે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો,અને સ્થળ પર પહોંચી બન્નેના મૃતદેહનો કબ્જો સંભાળી લીધો.મૃતદેહ નજીક ઝેરી દવાની બોટલ મળી આવતા બન્નેએ સજોડે આપઘાત કર્યો હોવાની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં અને બન્નેની ઓળખ મેળવી તેમના પરિવારજનોને જાણ કરી હતી.

મળતી માહિતી મૃતક યુવકનું નામ વિનોદ ભરતભાઈ સારિયા (ઉંમર વર્ષ ૨૬) અને જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતો હોવાનું અને છૂટક મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે મૃતક યુવતિનું નામ હેતલ અનિલભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૨) અને મહુવા તાલુકાના કતપર ગામની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો.