Abtak Media Google News

વહેલી સવારની હવાઇ સેવા વેપાર-ઉઘોગ માટે ઉપયોગી હતી

મુંબઇ રાજકોટ મુંબઇની હવાઇ સેવામાં સવારની ફલાઇટ બંધ કરી દેવાતા વેપારી ઉઘોગપતિઓને એક જ દિવસમાં કામ પતાવી પરત આવવાના ભારે ઉપયોગી થતી હતી અલબત એર ઇન્ડીયાએ મોનીંગ ફલાઇટ બંધ કરી દીધી છે.

મુંબઇ – રાજકોટ – મુંબઇ વચ્ચે સવારના સમયે ચાલતી એર ઇન્ડીયાની હવાઇ સેવા થોડા સમય પહેલા બંધ થયેલ હોય, મુંબઇ – રાજકોટ – મુંબઇ વચ્ચેના ટ્રાવેલીંગ કરતા વેપાર ઉઘોગના પ્રતિનિધિઓને એક જ દિવસમાં મુંબઇ કે રાજકોટ ટ્રાવેલીંગ કરી પોતાના કાર્ય પૂર્ણ કરવાની સગવડ બંધ થઇ ગયેલ છે. આ હવાઇ સેવા બંધ થતા રાજકોટના ઉઘોગકારોને પોતાના વેપારમાં અડચણ ઉભી થયેલ છે. હવાઇ સેવા ફરી શરુ કરવા ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા એર ઇન્ડિયાના જનરલ મેનેજર તથા કેન્દ્ર સરકારના નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સીંધયા ડાયરેકટર જનરલ સીવીલ એવીએશન સમક્ષ રજુઆત કરવામાં આવી છે. મોહનભાઇ કુંડારીયા તથા સંસદસભ્ય રામભાઇ મોકરીયા સમક્ષ પણ રજુઆત કરી નાગરીક ઉડ્ડયન મંત્રી સમક્ષ ભારપૂર્વક ભલામણ કરી આ હવાઇ સેવા શરુ કરવા જણાવેલ છે. રાજકોટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીના ના પ્રમુખ રાજીવભાઇ દોશી, રમેશભાઇ પટેલ અને સુનીલભાઇ ચોમેરીએ માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.