Abtak Media Google News

વાઇસ ચેરમેન તરીકે ચંદ્રપાલસિંહ જાડેજાની વરણી

ગઇકાલે નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના સભા ખંડમાં સમીતીના ચેરમેન અને વા. ચેરમેન ની ચુંટણી યોજાતા ચેરમેન તરીકે નિકુંલભાઇ ચંદ્રવાડીયા અને વા. ચેરમેન તરીકે ચંદ્રપાલસિંહ જાડેજા બીન હરીફ ચુંટાઇ આવ્યા હતા.

નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના ચુંટાયેલા અગીયાર સભ્યો તેમજ સરકારી અને બીન સરકારી પ્રતિનિધિ મળી ૧૩ સભ્યોની ઉ૫સ્થિતિમાં ચુંટણી અધિકારી અને નગરપાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાની અઘ્યક્ષમાં ચુંટણી યોજાઇ હતી. તેમાં ચેરમેન તરીકે ભાજપના મહામંત્રી નિકૃલભાઇ ચંદ્રવાડીયાએ ઉમેદવારી નોંધાયેલ સામે કોઇ સભ્યએ ઉમેદવારી નહી કરતા ચુંટણી અધિકારી નિકલભાઇ ચંદ્રવાડીયા ને બીન હરીફ ચુંટાયેલા જાહેર કરેલ હતા જયારે વા. ચેરમેન તરીકે ચંદ્રપાલસિં જાડેજાએ એક માત્ર ઉમેદવારી કરતા તેઓ પણ બીન હરીફ

વિજેતા ચુંટાયેલા હતા ચુંટાયેલા બન્ને ઉમેદારોને નગર પાલિકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઇ પટેલ ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, ગોવિંદભાઇ બારૈયા, જીલ્લા કિશાન મોરચાના મહામંત્રી હરસુખભાઇ સોજીત્રા, નગર પાલિકાના સભ્ય મનોજભાઇ નંદાણીયા, જયેશભાઇ ત્રિવેદી, જગદીશભાઇ કપુપરા, બાંધકામ સમીતીના ચેરમેન મયુરભાઇ સુવા, અજયભાઇ જાગાણી, પુવા ભાજપના  પ્રમુખ જીજ્ઞેશભાઇ ડેર નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભાવેશભાઇ સુવા સહીત ભાજપના કાર્યકતાઓ હાજર રહી ફટાકડા ફોડી મોં મીઠા કરાવી બન્ને હોદેદારોને ફુલાહાર કરી શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.