- વિશ્ર્વ વણિક સા. સંગઠન પ્રેરિત રોયલ વણિક મેરેજ બ્યુરો આયોજીત યુવા પરિચય મેળાવડામાં 574 વ્યકિતઓએ આપી હાજરી
ભારતભરમાં જે સેવાકીય સંસ્થાનું ટોચ ઉપર નામ છે અને ર000 ની સાલ એટલે કે ર5 વર્ષથી સક્રિય છે તેમજ ધર્મ, સેવા, સાંસ્કૃતિક અને સંગીત ક્ષેત્રે જાણીતી સંસ્થા, વિશ્વ વણિક સા. સંગઠન” ના ઉપક્રમે યુવા પરિચય મેળાવડા” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. ખૂબ જ સફળ થયેલ આ મેળાવડા 574 વ્યકિતઓએ ભાગ લીધલ હતો. શેઠ ઉપાશ્રય ખાતે આવેલ “વણિક ભવન” આ સર્વે આયોજન અવાર નવાર કરવામાં આવે છે.
શ્રી રોયલ વણીક મેરેજ બ્યુરો (નવનાત)નાં ઉપક્રમે, સમગ્ર વણીક જ્ઞાતિનાં, શિક્ષિત યુવક – યુવત્તી માટે, યોગ્ય પસંગીનું પાત્ર મલે, અને સમયસર સગાઈ – લગ્ન થાય, તેવા શુભ હેતુથી, રોયલ વણિક મેરેજ બ્યૂરો માં સભ્યપદ મેળવનારને માટે દર રવિવારે શેઠ ઉપાશ્રય, પહેલામાળે, પ્રસંગ હોલ પાસે, કે.કે.વી.ચોક પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે સવારે 10 થી 1 કલાક વચ્ચે ઉમેદવારોની પસંદગી માટે બાયોડેટા જોવા મળે છે. આ અગાઉ 101 સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવેલ હતું. ચાલુ વર્ષે 51 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે
રૂષભ વાટિકા ખાતે કરવામાં આવેલા આ પરિચય મેળાવડાના સમેલનમાં અનેક મહાનુભાવો હાજર રહેલા હતા. વુમન્સ – ડે ઉપલક્ષ 19 થી ર5 વર્ષની બાલિકાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું સંચાલન રિધ્ધિબેન બાવીશી અને દીપકભાઈ કોઠારી એ ચંદ્રકાંતભાઈ શેઠની આગેવાની હેઠળ કરેલ હતું: ચંદ્રકાંતભાઈ શેઠ એ વિસ્તૃત માહિર્તી સાથે સંસ્થાની પ્રવુતિઓ રજૂ કરેલ હતી. મેહુલભાઈ રવાણી એ સરસ મજાનું વક્તવ્ય આપતા મેળાવડામાં આવેલ ઉમેદવારોનું પ્રોત્સાહન પૂરું પાડયું હતું, સ્ત્રી ઉમેદવારોને પ્રેરણા આપી અને સિલેક્શનમાં મહત્વનો ભાગ ભજવવા આપીલ કરી હતી. આ મેળાવડામાં આધુનિક ટેકનોલીજીનો ઉપયોગ કરી મોટી સ્ક્રીન પર લાઈવ બાયોડેટા સાથે પીપીટી પ્રસ્તુત કરવામાં આવી હતી. ભોજન સમારોહ સાથેના આ મેળાવડામાં ધણા બધા કપલ મેચિંગ થયા હોય તેવું વાતાવરણ સર્જાયેલ હતું. બહેનો માટે પરિચય મેળાવડામાં એન્ટ્રી ફી ની:શુલ્ક રાખવામાં આવેલ હતી.
આ મેળાવડામાં ચંદ્રકાંતભાઈ શેઠના સંપૂર્ણ માર્ગદર્શન સાથે સર્વે સ્વયંસેવકો નયનાબેન મોદી, રીધ્ધીબેન બાવીશી, સંજયભાઈ મહેતા, પરેશભાઈ મહેતા, ચેતનભાઈ વખારિયા, દીપકભાઈ કોઠારી, મુકેશભાઈ ઝાટકીયા, વિધિબેન મહેતા, બીપીનભાઈ પારેખ, જગુભાઈ દોશી, વંદિતભાઈ શેઠ, આયુષભાઈ શાહ, પારસભાઈ ટોળિયા, હર્ષભાઈ, સંભવભાઈ હર્ષાબેન બોશ્મીયા, પ્રતિકભાઈ દેસાઇ, દિલીપભાઈ મહેતા, પ્રફુલભાઈ મહેતા, નિલેશભાઈ શેઠ, નિલેશભાઈ મહેતા, પીયૂષભાઈ મહેતા, લીનાબેન ગાંધી, અનિલભાઈ ઝાટકીયા, તરુણભાઈ, ચંદ્રેશભાઈ કોઠારી સહિત અનેક કાર્યકર્તાઓએ સેવા આપી હતી.
રોયલ વણિક મેરેજ બ્યૂરોમાં જોડાવવા માટે રોયલ વણિક મેરેજ બ્યૂરો ની વેબ સાઇટ WWW.royalvaniksathi.in અથવા શેઠ ઉપાશ્રય, પહેલામાળે, પ્રસંગ હોલ પાસે, કે.કે.વી.ચોક પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ પર રૂબરૂ આવી મેરેજ બ્યુરોમાં નામ નોંધાવી શકે છે. વિશેષ માહિતિ માટે મો. નં. 87996 8770ર ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.