રાજકોટથી રવાના થતી 16 ટ્રેનોના સમયપત્ર માં કાલથી ફેરફાર

સૌરાષ્ટ્ર મેઇલ સવા બે કલાક વહેલો: અન્ય ટ્રેનનો સમય પણ બદલાશે

રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા આવતી-જતી કુલ 16 ટ્રેનના સમય પત્રકમાં  ફેર બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી દસ જેટલી ટ્રેનના સમય 10 મીનીટથી લઇને 3 કલાક ર0 મીનીટ સુધી વહેલો કરાયો છે. જયારે અન્ય છ ટ્રેનનો સમય 19 મીનીટથી લઇને 9 કલાક 39 મીનીટ સુધી મોડો કરાયો છે.

રાજકોટ જંકશનથી ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઇલ તેના નિયત સમય કરતા ર કલાક ર0 મીનીટ વહેલ ઉપડશે, હાવડા-ઓખા સુપર ફાસ્ટ ટ્રેન 3 કલાક પ મીનીટ, સોમનાથ-જબલપુર 10 મીનીટ વહેલી કરાઇ છે. જયારે મોડી કરાયેલી ટ્રેનમાં ઓખા-પુરી સ્પેશ્યિલ ટ્રેન હવે બપોરે 1.29 કલાકને બદલે 9 કલાક 39 મીનીટ મોડી રાત્રે 11 ને 10 વાગ્યે ઉપડશે. પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેન 4 કલાક 11 મીનીટ મોડી કરાઇ છે. વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશિયલ ટ્રેન પણ ર કલાક 1ર મીનીટ મોડી કરાઇ છે.

ટ્રેનનો સમય રાજકોટ સ્ટેશન ઉપરાંત ઓખા, દ્વારકા, ખંભાળીયા, જામનગર અને સુરેન્દ્રનગર સ્ટેશન પર પણ બદલાશે