પીજીવીસીએલના 13 જુનિયર એન્જીનીયરોની બઢતી સાથે બદલી

તમામને સૌરાષ્ટ્ર-કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે પોસ્ટિંગ અપાયું

અબતક, રાજકોટ : પીજીવીસીએલના 13 જુનિયર એન્જીનીયરોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ તમામને સૌરાષ્ટ્ર-કચ્છના અલગ અલગ વિસ્તારોમાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે પોસ્ટિંગ અપાયું છે.

રાજુલાના આર.એ.બાલાઈને જામનગર, લીંબડીના વાય.આર.રાઠોડને અમરેલી, ગીરગઢડાના જે.બી. મકવાણાને સુરેન્દ્રનગર, કાલાવડના  પી.એચ.ચાવડાને અમરેલી, આજી ઇન્ડ.ના એમ.એમ.પટેલને અમરેલી, પોરબંદરના આર.એસ.ગૌસ્વામીને જામનગર, પાલીતાણાના કે.વી. ભેડીને જામનગર, બી.બી. ભરાડાને ભુજ, હળવદના એ.બી. ગામેતીને અંજાર, દેશળપરના જે.કે.બારીયાને સુરેન્દ્રનગર, ભુજના એચડી ચૌધરીને જામનગર, મહિલા કોલેજ રાજકોટના એસ.જી. ચૌધરી જામનગર, લક્ષ્મીનગરના બી.વી. ખરાડીને સુરેન્દ્રનગર બઢતી સાથે મુકવામાં આવ્યા છે.