Abtak Media Google News

મોદીને હટાવવા એક થયેલા સપા-બસપાઓ હાર્યા બાદ હારનું ઠીક‚ એકબીજા પર ફોડીને પેટા ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંફાવવા માટે ઉત્તર પ્રદેશમાં સપા-બસપા જુના મતભેદોને ભૂલીને એક થયા હતા પરંતુ સપા બસપાના સગવડીયા ગઠ્ઠબંધનને લોકસભા ચૂંટણીમાં ધારી સફળતા મળી ન હતી. જેથી રાજકીય ફઈ અને ભત્રીજા વચ્ચે ચૂંટણી બાદ હારનું ઠીક‚ એકબીજાના શિરે માંગવા આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવા લાગ્યા હતા જે બાદ, વદેલી કડવાશ વચ્ચે માયાવતીએ આવનારી વિધાનસભાની પેટા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી માયાવતીની આ જાહેરાત બાદ અખિલેશ યાદવે પણ એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી માયાવતીની આ જાહેરાત બાદ અખિલેશ યાદવે પણ એકલા હાથે પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

મંગળવારે સપાના પ્રમુખ અખિલેશ યાદવે લખનૌમાં જણાવ્યું હતુ કે સપા અને બસપાનું ગઠબંધન ખૂબજ સા‚ રહ્યું પરંતુ ઉત્તરપ્રદેશની આગામી પેટા ચૂંટણી અને ૨૦૨૨ની યુપીમા સરકાર રચવા માટે સપા એકલા હાથે આગળ વધશે બીજી તરફ બસપાના પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતુ કે ભવિષ્યમાં તેની સાથે કામ કરવા તૈયાર છીએ પરંતુ જો તે તેના કાર્યકરોને સુધારવાની જવાબદારી ઉઠાવશે તો ગાજીપૂરમાં અખિલેશ યાદવે જણાવ્યું તુ કે આજથી જ તમામના રસ્તા અલગ અલગ હોય તો તેનું પણ સ્વાગત અને શુભકામના છે જો લોકો એ અલગ રસ્તા, નકકી કર્યા હોય તો આવકા‚ છું અને હું દરેકને ખુકિસ્મતીની કામના પાઠવું છું.

રાજકીય સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે માયાવતીએ આ અંગે ચૂંટણી એકલા હાથે લડવાનું જ નહિ પરંતુ ૨૦૨૨માં ઉત્તર પ્રદેશની ચૂંયણીમાં ૪૦૩ બેઠકોની તૈયારી માટે પણ ચર્ચા કરી હતી. માયાવતીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં જોકે સપા બસપાના ગઠબંધનના સંકેત આપતા જણાવ્યું હતુ કે હું સંબંધમાં માનુ છું અને લાગણીને આદર આપુ છું અખિલેશ અને તેમના પત્નિ ડિમ્પલ આ સંબંધો માટે આદરપાત્ર છે.

સપા પ્રમુખે પત્રકારોએ બુઆ માયાવતી અંગે પુછેલા પ્રશ્ર્નમાં એકલા હાથે ચૂંટણી લડવાનું સ્પષ્ટ જણાવી દીધું હતુ જોકે થોડા દિવસો પહેલા સંસદના ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશ યાદવ આડકતરી રીતે માયાવતીને આગલા વડાપ્રધાન તરીકે જણાવ્યા હતા માયાવતીએ જણાવ્યું હતુ કે અખિલેશ સાથે કામ કરવામાં આનંદ થયો હું મૂળભૂત સંબંધો ભૂલી નહિ શકું તેણે જણાવ્યું હતુ કે આ છૂટકારો કાયમી નથી જો સમાજવાદી પાર્ટીના પ્રમુખ પક્ષના કાર્યકરોને સીધી દોરવણી આપશે તો પાછા જોડાઈ જઈશું.

માયાવતીએ અખિલેશ અને ડિમ્પલ સાથેના સંબંધો અંગે જણાવ્યું હતુ કે, આ સંબંધોમાં કદી પણ રાજકારણ નહિવે સુખ દુ:ખના કામમા અમે એક રહ્યા છીએ પારિવારીક સંબંધમાં કયારેય પાછા નહિ પડીએ મુલાયમ સિંહ યાદવના યુવાન પુત્ર વધુ અર્પણાસિંઘે જોકે માયાવતી પર ટવીટ સંદેશાથી પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતુ કે જે લોકો માન સન્માન આપવામાં ચુકી જાય છે. તેમને પરાજય સિવાય પુરતુ મળતુ નથી.માયાવતી અખિલેશ અને તેના કાકા શિવપાલ વચ્ચેના સંબંધોને લઈને ગંભીર હતા. ભાજપના ઉમેદવારને ધ્યાને લઈ સપાએ લોકસભાની ચૂંટણીમાં કરેલી કામગીરી અને શિવપાલ અંગેના વલણથી માયાવતી નારાજ થયા હતા જોકે સમાજવાદી પાર્ટીના સચિવ રામ ગોપાલ યાદવે આ આક્ષેપો નકાર્યા હતા અને કહ્યું હતુ કે મતોના ધ્રુવીકરણની માયાવતીની આ વાત સાચી નથી. બસપા સમાજવાદી પાર્ટી વગર ઘણી બેઠકો જીતી શકે તેમ નથી બીજી તરફ માયાવતીએ કનોજ જેવી બેઠકો પર સપાની નિષ્ફળતાને લઈને એકલા હાથે ચૂંટણી લડવાનું મુનાસીબ સમજયું છે.

માયાવતીએ સપાના કાર્યકરોના ચૂંટણી દરમિયાનના વાણી વર્તન અને શિસ્તઅંગે સવાલો ઉઠાવી બહુજન સમાજ પાર્ટી ઉત્તરપ્રદેશની તમામ બેઠકોની પેટા ચૂંટણી કે જેમાં ઉપર ભાજપના ધારાસભ્યો છે તે તમામ બેઠકો ને ધ્યાને લઈ સમાજવાદી પાર્ટીના કાર્યકરોની વર્તુણુકનો મુદો બનાવીને સમાજવાદી પાર્ટી અને બસપાનો સંપર્ક વિચ્છેદ સાથે ફઈ ભત્રીજો ઉતર પ્રદેશની પેટા ચૂંટણી અને નવી સરકારની રચનામાં એકલા હાથે મેદાનમાં ઉતારવાનું નકકી કરી લીધું છે. સપા-બસપાના ચૂંટણી ટાણે લેવાયેલા ઘડીયા લગ્ન અંતે છૂટાછેડામાં પરિણામી ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.