Abtak Media Google News

સવારે ૧૦ થી ર સુધી જ વ્યવહારો થઇ શકશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા કોરોના લોકડાઉનમાં દેશભરના બેંકિગ વ્યવહારમાં રોકડ ઉપાડ અને નાણાકીય લેવડ-દેવડનો સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે. મંગળવારથી બેંકોના ઉપાડના વહીવટી કલાકોમાં ઘટાડો કરવામાં આવશે એપ્રિલ-૭ થી ૧૭ માં આ નવો સમયપત્રક અમલમાં આવશે તેમ શુક્રવારે સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું હતું. આરબીઆઇના દિશા નિર્દેશ મુજબ બેંકનો વ્યવહારો અત્યારના સવારના ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યે શરુ થશે અને ર વાગ્યા સુધી ચાલશે તમામ કામગીરીનો આ નવો સમયગાળો લોકડાઉનથી પરિસ્થિતિને લઇને અમલમાં આવશે. બજારના સમયમાં આ ફેરફારને કોરોનાના સંક્રમણના માહોલમાં સોશ્યલ ડિસટન્સીનમાં વધારા અને લોકોની ભીડ ઓછી કરવા અને બેંક કર્મચારીથી લઇને ગ્રાહકો સુધી તમામની સલામતીને ઘ્યાને લઇને કરવામાં આવ્યો છે. આરબીઆઇ ના દિશા નિર્દેશ મુજબ કેન્દ્ર સરકારની સંરક્ષણ વ્યવસ્થા  આર્થિક વ્યવહાર, રાજયની વિકાસ સહાય, તિજોરી, તિજોરીના બીલ સહિતની કામગીરી અત્યારે સવારે ૯ થી પ દરમિયાન થાય છે. જેનો સમયગાળો ઘટાડીને હવે ૧૦ વાગ્યાથી ર વાગ્યા સુધીમાં આટોપી લેવાનો રહેશે. વિદેશી મુદ્દાકોષ ફોરન ચેજ અને ભારતીય રૂપિયાનો વ્યવહાર ફોરેક્ષ વિનિમય બજારની સાથે સાથે રૂપિયાના વિનિયમ દર અને બજારની સાથે સાથે ૯ થી પ ના બદલે તમામ વ્યવહારો ૧૦ થી ર નો સમયગાળો રાખવામાં આવ્યો છે. આરબીઆઇ કોરોના વાયરસના સંક્રમણના પગલે સોશ્યિલ ડિસ્ટેનસીંગની આવશ્યકતા અને લોકોની અવર જવબ જેમ બને તેમ ઘટાડવાથી લઇ બિન જરુરી રીતે બહાર ન નીકળવાના સરકારનો આદેશ  અને લોકો ઘેર બેઠાં જ કામ કરી શકે, ધંધાના વહીવટ પતાવી શકે અને વ્યવસ્થા સારી રીતે ચાલે તે માટે આરબીઆઇ બેંકના કામકાજમાં બે કલાકનો ઘટાડો કર્યો છે. આરબીઆઇએ રોજીંદા કામકાજના કલાકોમાં ઘટાડાની સાથે સાથે નાણાકીય વ્યવહાર સાથે સંકળાયેલા લોકો, બેંક સ્ટાફ અને આઇટી ક્ષેત્રથી લઇને પરિવહન ક્ષેત્રની અસરને ઘ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક મૂડીની પ્રવાહીતા અને બજારમાં નાણાની હેરફેર જાળવી રાખવાની દિશામાં પણ પુરેપુરુ ઘ્યાન આપવા આવી રહ્યું હોવાનું પરિપત્રમાં જણાવાયું છે. બેંકોના સમયમાં ઘટાડો કરવા છતાં નિયમિત ગ્રાહક સેવા જેવી કે ગ્રાહકોની આરટીજીએસ, એન.ઇ.ટી કુબેર અને તમામ પ્રકારનીછુટક ચુકવણીની વ્યવસ્થા અને કામગીરી નિરંતર આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે તેમ આરબીઆઇના સુત્રોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.