Abtak Media Google News

ધીમા ફોર્સથી વિતરણ થતુ હોવાની ફરિયાદોનો નિકાલ લાવવા ટાઈમ ટેબલમાં ફેરફાર કરાયો

શહેરના રૈયારોડ પરના અનેક વિસ્તારમાં કે જ્યાં વહેલી સવારે  પાણી વિતરણ કરવામાં આવે છે તે વૈશાલીનગર ,અંબિકા પાર્ક અને યોગીનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે  વોર્ડ નં.બે અને વોર્ડ નં.૮  ના રૈયા રોડ પરના વિસ્તારોમાં એક જ સમય પાણી વિતરણ કરવામાં આવતું હોવાના કારણે ધીમા ફોર્સથી કે આ પૂરતું પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠતા મહાપાલિકા દ્વારા પાણી વિતરણના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રૈયારોડ રોડ પર આમ્રપાલી રેલવે ફાટક થી જમણી સાઈડના વિસ્તાર અને ડાબી સાઈડના વિસ્તારોમાં સવારે છ વાગ્યાથી લઈ ૧૧ વાગ્યા સુધી પાણી વિતરણ કરવામાં આવતું હતું.જેના કારણે જેના કારણે બંને સાઇડના વિસ્તારોમાં ધીમા ફોર્સથી કે અપૂરતો પાણી મળતું હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ઉઠતી હતી.દરમિયાન કોર્પોરેશન દ્વારા આમ્રપાલી રેલવે ફાટક થી ડાબી સાઇડના વિસ્તારો કે જેનો સમાવેશ વોર્ડ નંબર ૮માં થાય છે તે નિર્મલા કોન્વેન્ટથી લઈ રેલવે ટ્રેક સુધીમાં આવતા વૈશાલી નગર ,અંબિકા પાર્ક  અને યોગી નગર સહિતના વિસ્તારોમાં હવે વહેલી સવારે ૪થી લઈ સાત વાગ્યા સુધી પાણી વિતરણ કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી ટેસ્ટિંગ ની કામગીરી ચાલુ હોવાના કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી.અને લોકોને ગમે ત્યારે પાણી આપવામાં આવતું હતું પરંતુ હવે નિયમિત ચારથી સાત વાગ્યા સુધીમાં છે પાણી આપવામાં આવશે આ ઉપરાંત રેલ્વે ક્રોસીંગ થી જમણી સાઈડના વિસ્તાર કે જેનો સમાવેશ વોર્ડ નંબર-૨માં થાય છે તેને હવે ૬થી ૧૧ વાગ્યાના બદલે સવારે સાત વાગ્યા પછી પાણી વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.