Abtak Media Google News

આજના આ ટેકનોલોજીના યુગમાં ગુગલે લોકોના દિલમાં જાદુ કરી દીધો છે. કોઈ પણ એવું કાર્ય આજે ગુગલ વગર અધૂરું છે. કોઈ પણ મુશ્કેલીનું સમાધાન આજે ગુગલ પાસે છે. રોજીંદા જીવનમાં આપણે કોઈ પણ માહિતી મેળવવા માટે ગુગલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ગુગલ હવે પોતાના નિયમોના સુધારા કર્યા છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ભારતમાં Google માટે નવા નિયમો બનાવ્યા છે. તેમના મતે હવે ગૂગલના એન્ડ્રોઈડ ઓએસમાં નવા ફેરફાર જોવા મળશે. આ સાથે યુઝર્સની સમસ્યાઓ પણ દૂર થશે અને તેમને પહેલા કરતા સારો અનુભવ પણ મળશે.

શું કર્યા ફેરફાર ??

ગુગલ દ્વારા કરેલા ફેરફાર મુજબ એન્ડ્રોઇડ યુઝર્સ પાસે ઘણા સર્ચ એન્જિન ઓપ્શન હશે. હવે યુઝર્સ ગેજેટને સેટ કરતી વખતે તેમની પસંદગીના સર્ચ એન્જિનનો ઉપયોગ કરી શકે છે જેમ કે Bing અથવા Duckduckgo. ગૂગલે અગાઉ પણ આવા ફેરફારો કર્યા હતા, જ્યારે યુરોપિયન યુનિયને એન્ટી ટ્રસ્ટ ડીસીઝન લેવામાં આવ્યો હતો ત્યારે ગૂગલે કહ્યું હતું કે જે પણ સર્ચ એન્જિન એન્ડ્રોઇડમાં આવવા માંગે છે, તેમણે પસંદગીની સ્ક્રીનમાં ભાગ લેવા માટે લાયક બનવું પડશે. પરંતુ, ભારતના મામલામાં ગૂગલે એવું કહ્યું કે તે ભારતમાં એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોનના વપરાશકર્તાઓને ‘ડિફોલ્ટ’ સુવિધાઓ પ્રદાન કરવા જઈ રહ્યું છે. એટલે કે હવે યુઝર્સ ગૂગલ બ્રાઉઝર સિવાય અન્ય કોઈપણ બ્રાઉઝર પર કોઈપણ વિષય વિશે સર્ચ કરી શકશે.

 

સુપ્રીમ કોર્ટે ગુગલને આપ્યો ઝટકો

 

ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની પ્રબળ સ્થિતિનો લાભ લેવા બદલ Google પર રૂ. 1,337.76 કરોડનો દંડ લાદતા કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. CCIના નિર્ણય બાદ, Google ભારતમાં તેના પ્લેટફોર્મ અને બિઝનેસમાં નોંધપાત્ર ફેરફારો કરશે. આ હેઠળ, OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ) તેમના ઉપકરણો પર પ્રી-ઇન્સ્ટોલેશન માટે વ્યક્તિગત Google એપ્સને લાયસન્સ આપવામાં સક્ષમ હશે.

નવા નિયમ સાથે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં શું બદલાશે ??

અત્યાર સુધી, જ્યારે પણ કોઈ નવો એન્ડ્રોઈડ સ્માર્ટફોન ખરીદતા હતા, ત્યારે ગૂગલની એપ્સ જેમ કે ગૂગલ મેપ્સ, યુટ્યુબ વગેરે પ્રી-ઈન્સ્ટોલ એટલે કે પ્રી-ડાઉનલોડ કરવામાં આવતી હતી. યુઝર્સ આ એપ્સને તેમના ફોનમાંથી ડિલીટ પણ કરી શકતા નથી. પરંતુ હવે સ્માર્ટફોન કંપનીઓ કાં તો આ ગૂગલ એપ્સ ઇન્સ્ટોલ કર્યા વિના સ્માર્ટફોન વેચશે. અને જો Google પ્રીલોડેડ એપ્સ પ્રદાન કરે છે, તો પણ વપરાશકર્તાઓ તેને કાઢી શકશે.

હવે ભારત પાસે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ છે. IIT મદ્રાસે તાજેતરમાં BharOS નામની નવી સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, BharOSને સુરક્ષિત અને ખાનગી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી છે. તે AOSP આધારિત ભારતીય ઓપરેટિંગ સિસ્ટમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.