Abtak Media Google News

આજ રોજ ચોથું નોરતું છે અને ચોથા નોરતે વિશ્વ નિર્માણના રહસ્યો સમજાવતી શક્તિ માં કુષ્માન્ડાની આરાધના થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. વિશ્વના સૃજનમાં આ શક્તિ રહેલી છે વળી આપણા કણેકણમાં જીવન ધબકતું રાખનાર શક્તિ માં કુષ્માન્ડા છે અને એટલે જ જીવનમાં આવતા અંતરાયો રોગ ઋણ ત્રિવિધ તાપ વિગેરે દૂર કરવામાં ની આરાધના કરવામાં આવે છે.

માતાજીના ઉપાસનાનો મંત્ર:

યા દેવી સર્વ ભૂતેષુ કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
નૈવેધમા ખીર તથા ફળ ધરવાથી બધા જ રોગ દૂર થાય છે. નવરાત્રીના ચોથા દિવસે માતાજીની ઉપાસના થાય છે . પવિત્ર મનથી ઉપાસના કરવી માતાજીની ઉપાસના થી રોગ – બીમારી દુર થાય છે અને સંસારના દુઃખો દુર થાય છે અને આધી વ્યાધી માંથી મુકિત મળે છે .

વાણી, બુદ્ધિ,વ્યાપારના ગ્રહ બુધ મહારાજ રવિવારે ઉદય પામે છે અને ૩૧ માર્ચના મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ અને શુક્ર સાથે યુતિમાં આવશે એટલે હાલ બુધ નીચસ્થ છે આ પીરીઅડ પૂરો થશે અને રાહુ અને શુક્ર સાથે મળી બુધ મહારાજ અલગ જ પરિણામ આપતા જોવા મળશે અને વિશ્વમાં નવા જ પ્રકારના આર્થિક કૌભાંડો વિષે ફોડ પડતો જોવા મળશે જેમાં ઘણી સંસ્થાઓ લિપ્ત હોવાનો ખુલાસો પણ થશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.