Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

શાહરુખ ખાન બોક્સ ઓફિસ ની સફળતા માટે માસ્ટર પ્લાન લઈને આવ્યો.

જામનગર : ક્રેન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Dharmik News»ચારણ મહાત્મા ભકતવર ઇશરદાસજીની આજે પુણ્યતિથિ
Dharmik News

ચારણ મહાત્મા ભકતવર ઇશરદાસજીની આજે પુણ્યતિથિ

By Abtak Media02/04/20203 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

કવિ ઇશર હરિરસ કિયો, છંદ તીનસો સાઠ, મહા દુષ્ટ પામે મુગતિ, જો કીજે નિત પાઠ

‘હરિરસ’ અને ‘દેવિયાણ’ ગ્રંથના રચયિતા ચારણ મહાત્મા ઇશરદાસજીનો જન્મ વિક્રમ સંવત ૧૫૧૫ અને શ્રાવણ સુદ-૨ના રોજ મારવાડ પ્રદેશના જોધપુર જિલ્લાના બાડમેર તાલુકાના ભાદેશ ખાતે થયો હતો. ચારણ ગઢવી જ્ઞાતિના રોહડિયા (બારહડછ)શાખાના સુરાજી ઉદયરાજ પિતા અને માતાનું નામ અમરબા હતું. તેઓ બાલ્યકાળથી જ ગંભીર અને ઉદાર મનના હતા.

બાળપણમાં કાકા આશાજી પાસેથી અક્ષરજ્ઞાન મેળવી ચૌદ વર્ષની તરુણવયેજ પ્રથમ કાવ્યની રચના કરી હતી. ૩૬૦ દોહાના પવિત્ર હરિરસ ગ્રંથના મંગલાચરણમાં જીવનમાં જ્ઞાનદય કરનાર જ્ઞાનગુરુ તરીકે પીતાંબર ગોવર્ધન ભટ્ટની વંદના પણ તેઓએ રજૂ કરી છે.

જીવનકાળ દરમિયાન કચ્છ, દ્વારકા, ગિરનાર (જૂનાગઢ), સુદામપુરી (પોરબંદર)પ્રાચી પાટણ (ગિર સોમનાથ), માધવપુર (ધેડ) વગેરે સ્થળોએ તેઓએ તીર્થ યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન અને તેઓના જીવનકાળ દરમિયાન તેઓ જામરાવળ, રાયસિંહજી ઝાલા, વજાજી સરવૈયા, માંડણ ભકત અને નરસિંહ મહેતા જેવી વિવિધ પ્રતિભાઓના સંપર્કમાં પણ આવ્યા. તેઓએ નવાનગર (જામનગર)રાજય ખાતે રાજયશ્રમ સ્વિકારી નવાનગરને જૂ કર્મભૂીમ બનાવી હતી. લાખ પાસવ અને કરોડ પસાવ સહિત અન્ય પુરસ્કારો અને સન્માનો પણ મેળવ્યા હતાં.

ઇશરદાસજી વારંવાર દ્વારકા ખાતે દ્વારિકાધીશના દર્શનથે જતા હતા. એક વખત ભગવાનને પ્રસન્ન જોઇ ‘હરિરસ’ ગ્રંથ ભગવાનને સંભળાવતાં શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન અતિ પ્રસન્ન થયેલા અને ઇશરદાસજીની જે ઇચ્છા હોય તે આપવાનું જણાવ્યું હતું. મહાત્મા ઇશરાદાસજીએ પરમાત્માના પદારવિંદની સેવામાં રાખવા અને આ ગ્રંથનું સાર્થકપણું માગ્યું હતું. તેઓના આવા પરોપકારી વચના સાંભળી પરમાત્મા ખૂબ રાજી થયા અને શ્રી કૃષ્ણચંદ્ર બોલ્યા કે, ‘તથાસ્તુ! હવે તમે સુખથી મારી પાસે આવો અને હરિરસનું જે નિત્ય પછન કરશે તે માનવનો પરમ મોક્ષ થશે. ઉપરાંત હરિરસ ગ્રંથનું શ્રવણ કરનારને હું મારું ધામ આપીશ. હરિરસ નામનો માત્ર ઉચ્ચાર કરનાર અથવા હરિરસ ગ્રંથને ઘરમાં રાખનાર યદ્યપિ મહાપાપી હશે તો પણ તેના પાપ નિવારણ કરી ઉતમ કુળમાં જન્મ આપી મારી અવિચળ ભક્તિ આપીશ એમો સંશય નહીં. મારા વચનો કદી પણ મીથ્યા થશે નહી.ભગવાન શ્રીકૃષ્ણના વચનો સાંભળી ‚કિમણીજી સ્મિત વદને જણાવે છે કે, ‘તમે પરમાત્માની ગુણગાન હરિસમાં ગાયા અમારે માટે તો કાંઇ પણ સ્તુતિ કહી નહીં વળી આપ દેવ જ્ઞાતિ ચારણ કુળમાં જન્મયા છો, અને ચારણ (ગઢવી)દેવી પગ કહેવાય છે. તેથી પણ આપની ફરજ છે કે શકિતની કીર્તિ ગાવી જોઇએ.’ પરમાત્માએ પણ આ બાબતના સ્વિકાર આપવામાં જણાવ્યું કે, ‘અમારા કરતા પણ એમનો આપાના ઉપર વિશેષ હકક છે’ આ વચનો સાંભળીદ ઇશરદાસજીએ સંચાણા ખાતે આવી તુરંત જ ‘દવિયાણ’ નામના શક્તિ મહાત્મ્યના ગ્રંથની રચના કરી. ઇશરદાસજીએ હરિરસ, છોટા હરિરસ, દેવિયાણ, હાલ ઝાલારાં કુડળિયા, સુષ્ટિ ઉત્પતિરો બીસ દુઆાલો ગીત, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી છે. ઉપરાંત અનેક ભકિતગીતો અને વીરસના ગીતાનો રચના કરી છે.

જીવનના ઉતરકાળમાં તેઓએ જામનગર તાલુકાના સંચાણા (ઇશરધામ)ખાતે વસવાટ કર્યો હતો. વિક્રમ સંવત ૧૬૨૨ અને ચૈત્ર સુદ નોમ (રામનવમી)ના પાવન દિવસ પ્રાત: કાળે ધોડા ઉપર સવાર થઇ સંચાણા ગામના સમુદ્રકિનારે ૧૦૭ વર્ષની વયે જાહેર જનતાની સાક્ષીએ પોતાના અશ્ર્વને સમુદ્રમાં હાંકી મુકયો હતો. લોક જુએ તેમ થોડીક્ષણો બાદ ઇશરદાસજી મહાત્મા અશ્ર્વ સહિત અદૃશ્ય થઇ ગયા હતાં.

Charan Mahatma DHARMIK Gujarat news Ishradasji rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleકોરોના સામેનો જંગ જીતેલો નદીમ કોરોનાગ્રસ્તો માટે ઉદાહરણરૂપ બન્યો
Next Article શિવભવાની ગ્રુપ દ્વારા દરરોજ ૪૫૦૦ લોકોની જઠરાગ્ની ઠારતો સેવાયજ્ઞ
Abtak Media
  • Website

Related Posts

ગણપતિ વિસર્જનનું શ્રેષ્ઠ મુહૂર્ત

27/09/2023

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકોને વિલંબ થી પણ કાર્યમાં સફળતા મળશે

27/09/2023

સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા પછી જ શિવમ કોમ્પ્લેક્સના સીલ ખૂલશે

26/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

27/09/2023

શાહરુખ ખાન બોક્સ ઓફિસ ની સફળતા માટે માસ્ટર પ્લાન લઈને આવ્યો.

27/09/2023

જામનગર : ક્રેન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

27/09/2023

Google બર્થ ડે: ગૂગલની શરૂઆત 25 વર્ષ પહેલા થઈ હતી

27/09/2023

જામનગર : કારની ઉઠાંતરી કરીને ભાગી જનાર તસ્કર સામે બે ગુના નોંધાયા

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

શાહરુખ ખાન બોક્સ ઓફિસ ની સફળતા માટે માસ્ટર પ્લાન લઈને આવ્યો.

જામનગર : ક્રેન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.