Abtak Media Google News

આઇશ્રી સોનલમા કેરીયર ડેવલપમેન્ટ એકેડમી દ્વારા આયોજન કરાયું: અનેક આગેવાનો રહ્યા ઉ૫સ્થિત

ચારણ સમાજ અને આઇશ્રી સોનલમાં કેરીયર ડેવલોપમેન્ટ એકડમી રાજકોટ કે જે આઇ શ્રી કંકુકેસરમાં દ્વારા પે્રરીત છે તેના દ્વારા આજરોજ જીપીએસસીમાં દ્વિતીય આને તૃતીય કલાસ એવા કુલદિપભાઇ કેશરીયા, અરવિંદભાઇ રોહડીયાનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને ગઢવી સમાજમાં આવ્યો હતો અને ગઢવી સમાજમાં અન્ય બાળકો માટે મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ પુજય ચારણી સંત પાલુભગત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકત કિશોરદાન ગઢવી સહીતના લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.Vlcsnap 2018 08 25 12H47M54S5પૂજય ચારણી સંત પાલુભગત અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કેVlcsnap 2018 08 25 12H46M55S182

વિઘાર્થી એ છે જે વિઘાને ગ્રહણ કરે ઉપરાંત જેને મા સરસ્વતીમાં  આશીર્વાદ હોય તેજ વિદ્યાનો અર્થ કાઢી શકે અને ખાસ તો જે સેમીનાર યોજાયેલો હતો તે ચારણોમાં બાળકો માટે પ્રેરણા સ્વરુપ છે. અને બાળકોને આગળ તેમની કારકીર્દી ઘડવા માટે ખુબ જ અગત્યનું છે.વધુ ઉમેરતા જણાવ્યું કે જો વિઘાર્થીને આ રીતે સન્માનવામાં આવે તો બાળકોનાં ઉત્સાહમાં પણ ખુબ જ વધારો થશે.Vlcsnap 2018 08 25 12H47M20S168

કુલદીપ કેશરીયા કે જેઓ હાલ જીપીએસી પાસ કરી જીએસટી વિભાગમાં પોતાના ફરજ બજાવી રહ્યા છે. તેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ ખાતે ચારણ સમાજમાં એક સેમીનાર અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત ચારણ સમાજના યુવાનોને કોન્સ્ટેબલની ભરતી અંગે કંઇ રીતે તૈયારી કરવી તે અંગેનું માળખુ તથા ભવિષ્યમાં કરવાના કલાસીસ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.વોર્ડ નં. પાંચના ઓબીસી પ્રમુખ મુન્નાભાઇ ગઢવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે ચારણ સમાજનાં યુવાનો યુવતિઓ ને માટે સેમીનારનું સાથો સાથ જીપીએસસીની તૈયારીની ચાર મહીનાની એક બેંચ પૂર્વ થયેલ છે. અને હવે આગામી દિવસોમાં ફરીથી બેંચ ચાલુ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું.Vlcsnap 2018 08 25 12H47M04S22

ખાસ તો ચારણ સમાજની યુવા જનરેશનને મોટીવેટ કરવામાં આવશે. સાથો સાથ સારી એવી સફળતા મેળવેલ છે. તેવા ચારણોના યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.Vlcsnap 2018 08 25 12H46M46S100

આમ જ ચારણના સંતાન આગળ વધતા રહે છે અને તેમના માતા-પિતાના નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી.શાંતિભાઇ નારણભાઇ ગઢવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે આઇશ્રી કંકુકેશર માતાની પ્રેરણાથી અને માં સોનલના નામથી ચારણ સમાજનાં દિકરા-દિકરીઓને પોતાનું આગામી ભવિષ્ય ઉજવળ બને તે શુભ હેતુથી કંકુકેસર માં ના એવા પ્રયાસ થયા કે ચારણોમાં બાળકો આગળ વધે અને તેમની કારકીર્દી ઉજજવળ બને તે માટે દિવસ અને રાત ભારનાં ખુણે ખુણે જઇ ચારણોમાં ઉત્કર્ષ માટે કાર્ય કરી રહ્યા છે. ખાસ તો રાજકોટ સૌરાષ્ટ્રનું એજયુકેશન હબ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.