Abtak Media Google News

ફેસબુક ડેટા લીક મુદ્દો ગાજ્યાં બાદ દેશમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર વારંવાર એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. દરરોજ બંને પાર્ટીઓ તરફથી કંઈક નવી જાણકારીઓની સાથે પોતાના આરોપોને મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

હું તમામ ડેટા સિંગાપુરમાં મારા મિત્રોને આપુ છું- ભાજપ આઈટી સેલનો આક્ષેપ


રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ફ્રેંચ હેકરના ટ્વીટનો હવાલો આપતાં નરેન્દ્ર મોદી એપથી ડેટા લીક હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે ભાજપે આ આરોપ સામે પ્રતિઆરોપ કર્યાં છે.
ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ રાહુલને તેમના જ અંદાજમાં ઘેર્યાં છે.


માલવીયએ એક ટ્વીટ કરી લખ્યું કે, “હાય, મારું નામ રાહુલ ગાંધી છે. હું દેશની સૌથી જૂની પાર્ટીનો અધ્યક્ષ છું. જ્યારે તમે અમારા સત્તાવર એપ પર લોન ઈન કરશો તો હું તમારો તમામ ડેટા સિંગાપુરમાં મારા મિત્રોને આપી દઉં છું.”
પોતાની ટ્વીટ સાથે અમિત માલવીયએ કેટલાંક આંકડા પણ શેર કર્યાં છે. જેમાં તેઓએ કેટલાંક આઈપી એડ્રેસની સાથે ડેટા સિંગાપુર ટ્રાંસફર કરવાનો દાવો કર્યો છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.