Abtak Media Google News

પાલિકામાં ભાજપના બે જૂથ વચ્ચે અંદરો અંદરની લડાઈનો તમાશો જોતા શહેરીજનો

હળવદ પાલિકામાં ભાજપના જ બે જૂથ એકબીજાને ભરી પીવા સામે પડ્યા છે જેમાં ગઈકાલે એક સદસ્ય દ્વારા લાઈટના ટેન્ડરમાં કારોબારી ચેરમેને લાઈટ સમિતિના ચેરમેને પોતાના માણસોને ટેન્ડર આપી દીધું હોવાનું રાજકોટ કમિશનરને  સદસ્ય દ્વારા રજુઆત કરાઈ છે તો સામા પક્ષે લાઈટ સમિતિના ચેરમેન અને કારોબારી ચેરમેને જણાવ્યું હતું છે કે  ટેન્ડર અમે મંજુર કર્યું જ નથી હજુ સુધી કોને આપવામાં આવશે તે નક્કી નથી કરાયું જેથી અમારા પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તદ્દન પાયાવિહોણા છે.

હળવદ પાલિકામાં પાછલા થોડા મહિનાઓથી અંદરોઅંદરની ખેંચતાણ ને પગલે શહેરીજનો વિકાસ રુંધાઈ રહ્યો છે તેવામાં ભાજપના જ વોર્ડ નંબર એક ના પાલિકા સદસ્ય અશ્વિનભાઈ કણજારીયા રાજકોટ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પાલિકા દ્વારા એલ.એ.ડીતથા માલ-સામાનનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ જેમાં સાત આસામીઓ દ્વારા  ટેન્ડર ભરવામાં આવ્યું હતું આ ટેન્ડરમાં કારોબારી ચેરમેન દ્વારા અનઅધિકૃત રીતે કારોબારી ચેરમેન દ્વારા ઠરાવ નંબર સાત થી ગોલ્ડન કંપનીને ટેન્ડર આપવા માટે ગેરકાયદેસર તળાવ કરેલ છે અને ગોલ્ડન કંપની દ્વારા એના ટેન્ડર લખ્યા મુજબ જીએસટી અલગથી લેવામાં આવશે અને ટેન્ડર માં દસ આઇટમ ભાવ પણ લખવામાં આવેલ છે

આ બાબતે લાઈટ ના ચેરમેન દ્વારા પત્ર લખવામાં આવે છે કે સિવાયના છ ટેન્ડર શા માટે રદ નો કરવામાં આવે ઉલ્લેખ છે અને આ સાથે લેટરપેડ ની નકલ પણ સામેલ છે અને આ અગાઉ કારોબારીમાં નેગોસેસ કરવાની ચર્ચા થયેલ છતાં કોઈ આસામીને લેખિત જાણ કરીને નેગોસેસ કરવામાં આવેલ નથી તો આ બાબતે કોઈ અંગત સ્વાર્થ માટે પાલિકાના હિતને નુકસાન ન કરી શકાય જે અંગેની રાજકોટ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

7537D2F3 4

હજુ સુધી કોઈને વર્ક ઓર્ડર અપાયો નથી: ચીફ ઓફિસર

હળવદ પાલિકાના સદસ્ય દ્વારા તેમના જ પક્ષના કારોબારી ચેરમેન અને લાઈટ સમિતિના ચેરમેન પર  આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે અંગે નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈને વર્ક ઓર્ડર અપાયો નથી

પોતાના માણસનું ટેન્ડર મંજુર ન થતા ઉચ્ચ સ્તરે રજૂઆત કરાયાની ચર્ચા

વોર્ડ નંબર ૧ ના પાલિકા સદસ્ય અશ્વિનભાઈ કાણજરીયા દ્વારા જે રાજકોટ કમિશનરને રજૂઆત કરાઇ છે જે અંગે શહેરી જનોમાં એવી પણ ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે પોતાના માણસનું ટેન્ડર મંજૂર ન થતા અને પોતાનો સ્વાર્થ ન સધાતા રાજકોટ કમિશનરને રજૂઆત કરી છે જોકે હકીકત શું છે એ તો સમય આવી જ ખબર પડશે.

હજુ કોઈના ટેન્ડર મંજૂર કરાયા જ નથી, આક્ષેપો તદ્દન પાયાવિહોણી: અવનીબેન જોશી

પાલિકા સદસ્યો દ્વારા જે અમારા પર તદ્દન પાયાવિહોણી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેમાં જણાવવા માગું છું કે એલેડી લાઈટના સાત કમ્પનીઓએ ટેન્ડર ભર્યા હતા જે તારીખ ૧૯/૧૦ના રોજ ખોલવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી કોઈ પણ કંપનીનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી અમારા સદસ્યો દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા અને સાવ ખોટા પણ છે.

અનેક કૌભાંડો કોરાણે મૂકી માત્ર એક મુદ્દો જ કેમ ઉછાળવામાં આવી રહ્યો છે?: વાસુદેવભાઈ પટેલ

આ અંગે વિરોધ પક્ષ ના વાસુદેવભાઈ પટેલ એ જણાવ્યું હતું કે પાલિકાના ખુદ ભાજપના સભ્યો દ્વારા સામ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેના કારણે શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે તો બીજી તરફ એવા પણ ધગધગતા સવાલો કરવામાં આવ્યા હતા કે પાલિકા દ્વારા શહેરમાં નખાયેલ ડસ્ટબિન કૌભાંડ,રિવરફ્રન્ટ કૌભાંડ,રહસ્યમય રીતે મળી આવેલ ૭૦૦ જેટલી એલઇડી લાઇટો આવા અનેક કૌભાંડ સામે આવ્યા છે ત્યારે આ બાબતની કેમ કોઈ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી તપાસ નથી મંગાતી આ રજૂઆતો પણ મને તો પોતાના સ્વાર્થ ખાતર જ કરાતી હોવાનું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.