Abtak Media Google News

સરકારે ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન મળી રહે તે માટે જીએસટીમાં ૫ ટકાનો ઘટાડો કર્યો

સરકાર ઉર્જાનો વધુને વધુ બચાવ કેવી રીતે કરી શકાય તે મુદ્દાને ધ્યાને લઈ ઈલેકટ્રીક વાહનોને દોડતા કરવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં સરકાર હવે ઈલેકટ્રીક વાહનોને દોડાવવા માટે દેશના ૬૯૦૦૦ પંપો ઉપર ચાર્જીંગ સ્ટેશનો મૂકવાનો તખ્તો તૈયાર કર્યો છે.

ત્યારે યુનિયન મીનીસ્ટર નીતીન ગઢકરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતુકેસરકાર ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે જીએસટીના દરમાં પણ ઘટાડો કર્યો છે. સાથોસાથ આ નવતર યોજનાના પ્રયોગથી લોકો વધુને વધુ ઈલેકટ્રીક વાહનો ખરીદતા થઈજશે

ઈલેકટ્રીક વાહનોનું વહેચાણ ત્યારે જ વધી શકે કે જયારેતેને ચાર્જીંગ કરવા માટેના પંપો વધુને વધુ પ્રમાણમાં જોવા મળે હાલના સમયમાં ભારતમાંઈલેકટ્રીક વાહનોના વહેચાણમાં સહેજપણ વધારો જોવા મળતો નથી જેનું એક માત્ર કારણ એ છે કે ચાર્જીંગ સ્ટેશનો ઉભા થવા જોઈએ તે પૂરતા પ્રમાણમાંનથી. રોડ અને હાઈવે મંત્રાલય દ્વારા દેશના ૬૯૦૦૦ હજારપંપો ઉપર ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવા માટેનોનિર્ણય લેવામાં આવ્યો છે.નીતીન ગઢકરી જે તેઓ વર્ચયુલ કોન્ફરન્સમાંહાજરી આપતા જણાવ્યું હતુ કે આગામી ૫ વર્ષમાં ભારત વૈશ્ર્વીક સ્તરપર ઓટોમોબાઈલ ઉત્પાદનનું હબ બની રહેશે. જેમાં પેટ્રોલ,સીએનજી, અથવા ઈથેનોલ યુકત વાહનોના એન્જીંન પણ ભારતમાંબનાવવામા આવશે જે અંગે ઓટો ઈન્ડ્રીસ્ટીઝમાં વિવિધ પ્રકારના ડીઝાઈનો અને મોડલોને બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ અંગે આરએનડી પણ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. હાલની સ્થિતિમાં ભારત વૈશ્ર્વીક ફલક પર દ્વિચક્રી વાહનોમાં પ્રથમ ક્રમ ધરાવે છે. ત્યારે ઈલેકટ્રીક વાહનોમાંઆ જ સ્થિતિ જોવા મળે તે હેતુસર સરકાર ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહીત પગલા લેશે અને તેને વહેલાસર શકય બનાવવા માટે પંપ સ્ટેશનો પર ચાર્જીંગ યુનીટો પણ સ્થાપીત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.