Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે કેટલાક ફેરફારો સાથે સીએ પરીક્ષાને મંજૂરી આપી દીધી છે.  આ વર્ષે સીએની પરીક્ષા 5 જુલાઇથી શરૂ થશે.  સુપ્રીમ કોર્ટે ઈન્સ્ટિટ્યૂટ  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ  ઇન્ડિયા (આઈસીએઆઈ)ને સીએ પરીક્ષામાં ઉમેદવારોને “ઓપ્ટ-આઉટ” વિકલ્પ આપવાનો નિર્દેશ આપ્યો છે.  સુનાવણી દરમિયાન, આઈસીએઆઈએ કહ્યું છે કે આ વિકલ્પનો ઉપયોગ કરતા ઉમેદવારોએ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા જાહર કરાયેલ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે તેને અથવા તેના પરિવારને કોવિડ -19 ને કારણે પરીક્ષા આપવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તે જ સમયે, કોર્ટે આઇસીએઆઈની “ઓપ્ત-આઉટ” વિકલ્પ માટે આરટી-પીસીઆર પ્રમાણપત્રની શરત સ્વીકારી ન હતી.  કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટ કરી દીધું છે કે ઉમેદવારોએ આરટી-પીસીઆર પ્રમાણપત્ર અહેવાલ રજૂ કરવો જરૂરી નથી.

કોર્ટે આઈસીએઆઈની નીતિને પણ રદ કરી દીધી છે, જેમાં કહ્યું છે કે એક જ શહેરમાં પરીક્ષા કેન્દ્ર બદલવા માટે “ઓપ્ત-આઉટ” વિકલ્પ આપવામાં આવશે નહીં.કોર્ટે આ અંગે કહ્યું હતું કે પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર જો શહેરની અંદર હોય તો પણ “-ઓપ્ટ-આઉટ” નો વિકલ્પ આપવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.