Abtak Media Google News

પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી   મહિલાએ  સરકારી સ્કૂલના પ્રિન્સિપાલના ત્રાસને લઈને ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે હાલ આ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડાઈ છે.

નબળુ ગુણવતાવાળુ ભોજન આપતા હોવાની રજૂઆત બાદ ફરજ મોકુફ કર્યા

પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા ગીતાબેન બાબુભાઇ વણસી નામની મહિલા છાયા નવાપરાની પ્રાથમિક સ્કૂલમાં છેલ્લા નવ માસથી મધ્યાહન ભોજનના સંચાલિકા તરીકે ફરજ બજાવે છે,

ત્યારે આ મહિલાને આ સ્કૂલના િપ્રિન્સપાલ હિરીબેન દાસા અવારનવાર માનસિક ત્રાસ આપતા હોવાથી આ મહિલાએ પોતાના ઘરે ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યોહોવાના આક્ષેપ આ મહિલાએ કયર્ા છે. આ ઘટના બાદ મહિલાના પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મહિલાએ સ્કૂલના પ્રિન્સિપાલના માનસિક ત્રાસને લઈને જિલ્લા કલેકટર સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીને પણ લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવાનું મહિલા જણાવે છે. ઉûેખનીય છે કે બે દિવસ પૂર્વે જ મધ્યાહન ભોજનમાં નબળી ગુણવત્તા અને સડેલું ભોજન અપાતું હોવાના આક્ષેપ સાથે વાલીઓ અને સ્કૂલના શિક્ષકો દ્વારા આ જ મહિલા વિરુદ્ઘ રજૂઆત  કરવામાં આવી હતી. જેને લઈને આ મહિલાને નોકરી પરથી મોકૂફ કરી દેવામાં આવી હતી..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.