Abtak Media Google News

હસતુ હરદમ…. ખુશીયૉ યા ગમ

વર્તમાન સમયમાં રાજકોટમાં 14 લાફીંગ કલબ ચાલે છે: લાફીંગની 375 વેબસાઇટ છે તેના પર 87 સંશોધનો થયા છે

કસરતો  ઘણી બધી છે. ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી, દાદર ચડવા-ઉતરવા અને તરવું, ઘણા લોકો હેલ્થ કલબમાં જાય, કોઇ રમત રમે, કોઇ  રામદેવજી મહારાજની યોગ સાધના કરે, કોઇ રવિશંકર મહારાજની આર્ટ ઓફ લીવીંગ કરે, કોઇએસ.એન. તાવરીયાજીની લયબઘ્ધ શ્ર્વસન કસરત કરે, આ બધી જ કસરતો શ્રેષ્ઠ કહેવાય, પણ આ કસરતો કરતા પણ લાફટર થેરાપીની કસરત શ્રેષ્ઠ સરળ અને સહેલી છે.

અમદાવાદના પેથોલોજીસ્ટ અને ફીટનેસ સ્પેશ્યાલીસ્ટ ડો. મુકુંદ મહેતા (એમ.ડી)એ પોતાના મેળવેલ અનુભવના સંયોજનથી હાસ્ય ચિકિત્સા (લાફટર થેરાપી) ની 1995માં અમદાવાદમાં શરુઆત કરેલ તેમની હેલ્થટિટબીટસ અને ફીટનેસની કોમલ 18 વર્ષોથી નિયમિત પ્રસિઘ્ધ થતી હતી. દુનિયામાં 7400 લાફીંગ કલબ ચાલે છે. ગુજરાતમાં 385 લાફીંગ કલબ છે. અમદાવાદમાં 165 કલબ છે અને રાજકોટમાં 14 લાફીંગ કલબ ચાલે છે લાફીંગની 375 વેબસાઇટ છે તેના ઉપર 87 સંશોધનો થયા છે.

લાફટર થેરાપીથી વૈજ્ઞાનિક સંશોધન દ્વારા થતા ફાયદાની વિગત

ખડખડાટ હસવાથી લાંબા સમય સુધી યુવાન રહેવાય છે અને મનને શાંતિ મળે છે., હાસ્ય લોહીનું પરિભ્રમણ વધારીને અન્ય કોઇપણ અદ્યતન સારવાર કરતાં વધુ ઝડપથી સાજા કરે તેવી શકયતા છે., સ્ટ્રેસ અથવા ટેન્શન તો દૂર થાય છે. નકારાત્મક વલણ દૂર થાય છે અને સકારાત્મક મુડ રહે છે., ખુશખુશાલ વ્યકિતઓના ફોટા જુઓ ત્યારે તેમની જે ઉંમર હોય અને તેના કરતાં ઓછી ઉંમર દેખાય છે., હસવાથી મગજના એન્ડોફિલ્સ નામનું કેમીકલ ઝરે છે જે દુ:ખાવા સામે લડવાની ભૂમિકા ભજવે છે., હાસ્યની માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પણ સામાજીક સંબંધો પર હકારાત્મક અસર પડે છે. સોગીયું મોઢું કરીને બેઠલો વ્યકિત દયાને પાત્ર નહીં પણ ઘૃણાને પાત્ર બને છે., ખુશી, પેન, કીલર જેવું કામ કરે છે. દરેક પ્રકારની પીડાને દુર રાખવા માટે ખુશી હોવી જરુરી છે.

લાફીંગની કસરત આ બિમારીમાં ન કરી શકાય

જેને ઝામર (ગ્લુકોમા) હોય, કોઇપણ પ્રકારનો હર્નીઆ થયો હોય, સ્ત્રીઓમાં વધારુ પડતું માસીક આવતું હોય અથવા પોલેપ્સ યુટરસ હોય, કબજીયાતને કારણે થયેલ પાયલ્સ અને ફિશર હોય અને જેમાંથી લોહી પડતું હોય, હ્રદયનો દુ:ખાવો (એન્જાઇના) હોય, તેમ છતાં, સાંધના વા હોય, બાયપાસ સર્જરી કરાવેલી હોય, બીપી હોય કે ડાયાબીટીસ, સ્પોન્ડોલીસીસ હોય અથવા સ્લીપ ડીસ્કનો પ્રોબ્લેમ હોય તોડોકટરની સલાહ લઇને આ કસરત વિના સંકોચથી કરી શકાય. ચોકકસ ફાયદો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.