Abtak Media Google News

અબતક, રાજકોટ

સસ્તા અનાજના દુકાનદારો સાથે થઈ રહેલા અન્યાય મુદ્દે આજે રેશનિંગ દુકાનદાર એસો.ના રાજ્યના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી રાજકોટ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓએ સરકાર અને તંત્ર ઉપર ધારદાર પ્રહારો કર્યા હતા. તેઓએ સસ્તા અનાજના દુકાનદારોનું શોષણ થતું હોવાથી તેઓ ખોટું કરવા પ્રેરાતા હોવાનો ધારદાર આક્ષેપ પણ કર્યો હતો.

અબતક સાથેની વાતચીતમાં પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું કે જેમ ભગવાન તારા નામ હજાર એમાં બાયોમેટ્રિકના ડખા પણ હજાર છે. આનો અભ્યાસ ટેકનિકલ વ્યક્તિ સમજાવી શકે. બાયોમેટ્રિક સર્વર પર આધારિત છે ગુજરાતમાં જે સર્વરનો ઉપયોગ થઈ રહ્યો છે એ પોલિયોગ્રસ્ત છે. જેના કારણે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે સંઘર્ષ પેદા થાય છે. આ કારણે જ દુકાનદાર મજબૂર બને છે ઓફલાઈન માલ વેચવા માટે

અને ઓફલાઇન માલ વેચે એટલે દુકાનદાર પર તપાસ બેસાડવામાં આવે છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે સસ્તા અનાજ વાળા ચોર નથી ચોર સરકાર છે સરકારે સસ્તા અનાજ વાળાને ચોરી કરવા મજબૂર કર્યા છે. ઓછું કમિશન આપી સસ્તા અનાજના દુકાનદારો ની શોષણ કરવાની કામગીરી સરકાર દ્વારા થઈ રહી છે. તે કારણે ભૂખ્યો હંમેશા ખોટું કરવા પ્રેરાય છે. સરકારે આ મજબૂરી અમને આપી છે જેના કારણે અમારે આ કરવાની ફરજ પડી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે કૌભાંડ સરકારે આચર્યા છે. અમે આચર્યા નથી. તપાસનો વિષય સરકારનો છે મારો વિષય કલેકટર સાથે ચર્ચામાં રહેવાનું છે

આ વિષયની ચર્ચા હું કલેકટર સાથે બેસી ને કરીશ ત્યાર બાદ જ ખ્યાલ આવશે આ તપાસ અને શા માટે બેસાડવામાં આવી છે. તપાસ કરવાના આશયથી વેપારીઓ ભયભીત રહે. જેના કારણે વેપારીઓ પર આકરાં પગલાં લેવાનો ભય પેદા થાય એવી એક ફોર્મુલા ગુજરાતમાં ચાલી રહી છે.એટલે સરકાર જે કામમાં નિષ્ફળ ગઈ છે એ સાંભળવા માટે વેપારીઓ પર કોરડા વીંધવાનું કામ શરૂ કર્યું છે.

દુકાનદારોને મળતા નજીવા કમિશનથી ઘર ચલાવવું મુશ્કેલ

સમગ્ર ગુજરાતના સતર હજાર દુકાનદારો ૨૦૧૦ પછી એ.પી.એલ. કાર્ડમાં ઘઉ, ચોખા, ખાંડ, તેલ બંધ કરવામાં આવે છે. પરિણામે દુકાનદારોના કમિશનમાં સતત ઘટાડો થતો આવ્યો છે. તેમજ કેરોશિન ૧૨ લિટરથી ૮ લિટર થતાં અને છેલ્લે ૪ લિટર આપવામાં આવતું હતું તે પણ બંધ કરવામાં આવેલ છે. આવી રીતે સતત જણસીમાં ઘટાડો થતાં નજીવા કમિશનથી દુકાનદારોને દુકાન ચલાવવી પડે છે જેમાં દુકાનદારોને દુકાન ભાડું તેમજ કમ્પ્યૂટર ઓપરેટરનો પગાર તેમજ દુકાન સંચાલકનો પગાર પણ હાલની પરિસ્થિતીમાં નીકળી એમ નથી સરેરાશ પંદરથી ૨૦ હજાર તો માત્ર દુકાનદારને દુકાન ચલાવવાનો ખર્ચ થાય છે. જેના સાપેક્ષમાં દુકાનદારોને નજીવું કમિશન મળે છે જે તેમણે દુકાન ચલાવવા માટે પૂરતું નથી જે કમિશન મળે છે તેમાં દુકાનનો ચલાવાનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી.

અવારનવાર સર્વર ડાઉન રહે છે

છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન અવાર-નવાર થઇ જતું હોય રેશનકાર્ડ હોલ્ડરને માલ મળી શકતો નથી જેને કારણે રેશનકાર્ડ હોલ્ડરને ના છૂટકે ઓફ લાઇન બિલ કાઢી માલ આપવો પડે છે. જો સર્વર મેન્ટેઇનેન્સ દરમિયાન અગાઉથી જો દુકાનદારને જાણ કરવામાં આવે તો દુકાન દ્વારા ગ્રાહકને જાણ કરી દેવામાં આવે તો ગ્રાહક અને દુકાનદારની વચ્ચે ઘર્ષણના બનાવો ન બને.

Dsc 8687

ડોર સ્ટેપ ડિલિવરીમાં પણ ડખ્ખા

ડોર સ્ટેપ ડિલિવરીમાં દુકાનદારને ગોડાઉનથી માલ નિયમિત મળતો નથી. જે ડોર સ્ટેપ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. તે દુકાનદારના કમિશનમાંથી રકમ કાપી ડોર સ્ટેપ ડિલિવરી આપવામાં આવે છે. છતાં પણ દુકાનદારે મજૂરીઓ પુરેપૂરી ચુકવી પડે છે. તેમજ દરેક બોરીમાં ૧ થી ૨ કિલો જેટલું આમ જ ઓછું આવે છે. માટે અગાઉ અમોએ ગોડાઉનને વજન કાંટો આપવામાં આવે તેવી માંગણી મુકેલ હતી તેનો આજ સુધી અમલ થયો નથી.

રેશનકાર્ડની સંખ્યામાં પણ વિષમતા

શહેરમાં ચાલતી દુકાનમાં રેશનકાર્ડની સંખ્યામાં વિષમતા જોવા મળે છે. અમુક દુકાનમાં રેશનકાર્ડની સંખ્યા વધુ હોય છે. જ્યારે અમુક દુકાનમાં રેશનકાર્ડની સંખ્યા ખૂબ જ ઓછી હોય જ્યાં ઓછી સંખ્યા રેશનકાર્ડ દુકાન ધારકને દુકાન ચલાવવી અશક્ય બની જતી હોય તેથી દરેક દુકાનને સરખા હિસ્સે રેશનકાર્ડ ફાળવવામાં ઓ તેવી અમો દુકાનદારોની માંગણી છે.

દુકાનદારોને સરકારની જણસ સિવાય અન્ય ચીજવસ્તુ વેચવાની પણ છૂટ આપવામાં આવે

સરકાર હમેંશા પ્રજાનું હિત વિચારતી હોય છે સરકાર પ્રજાની મા-બાપ સમાન છે. તો અમો દુકાનદારોની અગાઉની માંગણી મુજબ પગાર અને કમિશન ઉપરાંત દુકાનદારોને ગેસના બોટલના વેચાણ કરવા પરવાનગી આપવા તેમજ દુકાનમાં સરકારની જણસ સિવાય બીજી જીવન જ‚રી વસ્તુનું વેંચાણ કરવાની પરવાનગી આપવા તેમજ સરકારે જણસ સિવાયની બીજી જીવન જ‚રીયાતની કોઇપણ ચીજવસ્તુનું વેંચાણ કરવાની પરવાનગી આપવામાં આવે તેમજ વિવિધ સહકારી કામ કરવા માટે એજન્સીને જે કામ જેવા કે ઓનલાઇન ફોર્મ ભરવા માટેના કામ કરવા આપવા માટે દુકાનદારોને પરવાનગી આપવામાં આવે જેથી દુકાનદારોને વિવિધ સરકારી પ્રવૃતિ કરવા માટે પરવાનગી આપવામાં આવે તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.