Abtak Media Google News

ગોધરામાં દુકાનદાર ઉપર ગ્રાહકે કરેલા હુમલાના વિરોધમાં લેવાયો નિર્ણય: જિલ્લા કલેકટરને આવેદન

ગોધરામાં સસ્તા અનાજના દુકાનદાર ઉપર એક ગ્રાહકે છરી વડે હુમલો કર્યો હોવાની ઘટનાના વિરોધમાં આજે રાજકોટના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલકેટરને આવેદન પાઠવ્યું હતું. સાથે આવતીકાલે દુકાનો બંધ રાખવાની પણ જાહેરાત કરી છે. આવેદનમાં જણાવ્યું કે, તાજેતરમાં ગોધરામાં આદર્શ પ્રમાણીત સસ્તા અનાજના દુકાનદાર અસરફભાઈ અને તેના નાના ભાઈ ઉપર જથ્થો લેવા માટે અંગુઠો આપવા આવનાર ગ્રાહકે છરી વડે હુમલો કરેલ છે. જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. તેના નાનાભાઈ છોડાવવા માટે વિનંતી કરવા આવ્યા તો તેને પણ છરી વડે ઈજા કરી દીધેલ છે. આ બનાવની રાજકોટ શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજય ફેર પ્રાઈઝ સસ્તા અનાજ એસોસીએશન દ્વારા વખોડવામાં આવે છે. આવા હુમલાખોર ગ્રાહકોની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે. રાજકોટમાં પણ છેલ્લા ચાર મહિનાી એડવાન્સ જથ્થાના રૂપિયા ભરવા છતાં ૨૦ થી ૨૫ દિવસ જથ્થો રાજકોટમાં પણ ગોડાઉનેથી મોડો આવે છે. સમયસર જથ્થો સ્ટાન્ડર્ડ મજૂરો કરતા નથી. તેના અન્ય કોન્ટ્રાકટરો સમગ્ર રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં પણ ૨૦ થી ૨૫ દિવસ જથ્થો મોડો ચાર માસી મોકલે છે. આ બાબતની રાજકોટ ડી.એસ.ઓ. અને દરેક ઝોનલના અધિકારીઓ તેમજ ગોડાઉન મામલતદારને પણ ચાર મહિનાથી દર મહિને રજૂઆત કરી હોવા છતાં રાજકોટ શહેરમાં કોઈ દુકાને કોન્ટ્રાકટરો દ્વારા જથ્થો સમયસર પહોંચતો જ નથી. સર્વર પણ ખૂબ જ ધીમુ ચાલે છે. તેથી સમગ્ર રાજકોટના દરેક વેપારીઓને ખોટી રીતે નોટિસો ફટકારેલ છે. જેથી તા.૨૫ને મંગળવારના રોજ ગોધરાના વેપારી ઉપર યેલ હુમલાના વિરોધમાં દુકાનો બંધ રાખી હડતાલ પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.