Abtak Media Google News

ચેકિંગ દરમિયાન સ્ટાફ એમ.સી.આઈમાં વ્યસ્ત થતા દર્દીઓને હાલાકી

જુનાગઢ સીવીલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે તાજેતરમાં એમસીઆઈ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. આ ચેકિંગ પૂર્ણ થતા જુનાગઢ મેડિકલ કોલેજને વધુ ૧૫૦ સીટ ૨૦૧૯ દરમિયાન મળવાના રહેશે. અલગ-અલગ ત્રણ રાજયના અધિકારીઓ આ ટીમમાં સામેલ હોવાની માહિતી મળી છે.

આ અંગે વિસ્તૃત વિગત અનુસાર આવેલી ટીમે ડોકટરોની ગણતરી સાથે સીવીલ અને મેડિકલ કોલેજના સાધનો અને સુવિધાઓનું મુલ્યાંકન કર્યું હતું. આ ત્રિપુટી, મહારાષ્ટ્ર, કર્ણાટક, બેંગ્લોરથી આવી હતી. આ પેનલમાં સામેલ ડોકટરો ઈન્સ્પેકશન કરી મેડિકલ કોલેજને ૨૦૧૯માં ૧૫૦ સીટ આપવી કે ન આપવી તે અંગે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઈન્સ્પેકશન અંગે મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું કે, ઈન્સ્પેકશનના રિપોર્ટ સારા આવ્યા છે અને ૨૦૧૯માં મેડિકલ કોલેજને ૧૫૦ સીટ મળવાપાત્ર રહેશે.

મેડિકલ કોલેજની વાસ્તવિકતા અંગે વાત કરીએ તો મળેલી માહિતી મુજબ મેડિકલ કોલેજના છેલ્લા વર્ષના છાત્રો હજુ ઘણા સાધનોથી વંચિત છે છતાં પણ ઈન્સ્પેકસન સમયે વધુ સબસલામત દેખાડી મંજુરી લઈ લેવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં સ્ટાફની ઘટથી હંમેશા લોકો પરેશાન થતા રહે છે તો પણ ઈન્સ્પેકશન સમયે બહારથી ડોકટર બોલાવી પુરો સ્ટાફ બતાવી દેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.