Abtak Media Google News

ક્રિષ્ના મેડિકલ અને પેટ્સન ફાર્મામાંથી નમૂના લેવાયાં

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના માધાપર વિસ્તારમાં ખાણીપીણીની 26 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 10 સ્થળોએ ઠંડા-પીણા, મિઠાઇ, દૂધ, ડેરી પ્રોડક્ટ અને ખાદ્ય તેલ સહિતના નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. ફૂડ લાઇસન્સ સંદર્ભે 22 વેપારી પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

આજે ચેકીંગ દરમિયાન શ્રી જનરલ સ્ટોર, શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર, શ્યામ ટી એજન્સીસ, સુરેશ નમકીન એન્ડ આઇસ્ક્રીમ પાર્લર, ભગવતી ટ્રેડીંગ, કે.કે.સુપરમાર્ટ, ન્યુ મહાદેવ પાન એન્ડ ટી, તિરૂપતિ ફરસાણ એન્ડ સ્વીટ, ગાંધી સોડા શોપ, સનરાઇઝ સુપર માર્કેટ, ટોમ એન્ડ જેરી આઇસ્ક્રીમ, લાઇફ કેર ફાર્મસી, સાંઇ સેલ્સ એજન્સી, ગોપાલ આઇસ્ક્રીમ એન્ડ સ્વીટ માર્ટ, શિવ ટી કેકુ, સુરેશ નમકિન, રાજ જનરલ સ્ટોર, જય ગુરૂદેવ દાળ પકવાન, શ્રી બાલાજી કોલ્ડ્રીંક્સ એન્ડ આઇસ્ક્રીમ, શ્રી ચામુંડા જનરલ સ્ટોર, ચામુંડા ફૂડ ઝોન અને સંજીવની મેડિસિનમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફૂડ લાઇસન્સ ન હોય તમામને નોટિસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત મોટી ટાંકી ચોકમાં પંચનાથ પ્લોટમાં ક્રિષ્ના મેડિકલ એજન્સીમાં પ્રોફાઇ પાવડર ચોકલેટ ફ્લેવર અને અરિહંત એપાર્ટમેન્ટમાં પેટ્સન ફાર્મામાં પ્રોએ-ઝેડ ટાઇટરી સપ્લીમેન્ટનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.