Abtak Media Google News

મેજીક શુઘ્ધ આયોડાઈઝ સોલ્ટનો નમુનો મીસ બ્રાન્ડેડ જાહેર થતા રૂ.૩૦ હજારનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન પીઝા પાર્લરમાંથી ચીઝ અને સોર્સનાં નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જી.ટી. સોલ્ટ સપ્લાયર પેઢીમાંથી લેવામાં આવેલો મેજીક શુઘ્ધ આયોડાઈઝ સોલ્ટનો નમુન મીસ બ્રાન્ડેડ જાહેર થતા રૂ.૩૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા યુનિવર્સિટી રોડ પર વિલિયમ ઝોન પીઝામાંથી લુસ મોઝરેલા ચીઝ અને સેઝવાન સોર્સ, કાલાવડ રોડ પર યુ.એસ. પીઝામાંથી લુઝ પીઝા સોર્સ અને બ્લેન્ડેડ ચીઝ, રામકૃષ્ણનગર મેઈન રોડ પર લાપીનોઝ પીઝામાંથી પીઝા સોર્સ અને લુસ મોઝરેલા ચીઝ, રેસકોર્સ પ્લાઝામાં સબ-વે માંથી ડો.એટકર ફનફુડ બ્રાન્ડ સોર્સ અને સ્રેડેડ મોઝરેલા ચીઝ, કાલાવડ રોડ પર નેપલ પીઝામાંથી લુઝ મોઝરેલા ચીઝ અને સોર્સ, ડોમીનોઝમાંથી પીઝા સોર્સ અને મોઝરેલા ચીઝ, રીલાયન્સ મોલની સામે પીઝા ઝોનમાંથી મોઝરેલા ચેડાર મીકસ ચીઝ અને બીગબજારની બાજુમાં નેપલ્સ ફુડમાંથી કોલબી ચીઝનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

આરોગ્ય શાખા દ્વારા ગત ૧૮ જુનનાં રોજ ગોંડલ રોડ પર રામનગર મેઈન રોડ  ખાતે નટવરભાઈ ઉકાભાઈ કણસાગરાની માલિકીનાં શ્રીનાથજી પ્રોવિઝન સ્ટોર્સમાંથી મેઝીક શુઘ્ધ આયોડાઈઝ સોલ્ટનો નમુનો લેવામાં આવ્યો હતો જે પરીક્ષણમાં મીસ બ્રાન્ડેડ જાહેર થતા રૂ.૩૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.