Abtak Media Google News

ગુરૂવારે થયેલા પ્લેયરોનાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા નેટ પ્રેકટીસ માટેનો રસ્તો મોકળો બન્યો

કોરોનાની મહામારીને કારણે આ વર્ષે આઈપીએલ ભારતને બદલે દુબઈમાં રમાનાર છે. આઈપીએલને હવે ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારે ટીમોની જાહેરાતો પણ થઈ ગઈ છે. એવામાં ગત અઠવાડીયે ચેનઈસુપરકિંગ ટીમની ઘણા પ્લેયરોને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેના કારણે ટીમ આઈપીએલમાંથી બહાર નીકળે તેવી સ્થિતિ થવા પામી હતી. ત્યારે ગુરૂવારે કરવામાં આવેલા ચેન્નઈના પ્લેયર્સનાં કોરોના ટેસ્ટમાં તમામ પ્લેયર્સ નેગેટીવ આવ્યા છે.

તમામ પ્લેયરો નેગેટીવ આવતા ચેન્નઈ સુપરકિંગને દુબઈ ખશતે પ્રેકટીસ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. ચેન્નઈ મુંબઈ સામે આઈપીએલની પ્રથમ મેચમાં ટકરાશે તેવું અનઓફીશીયલી ટીમમાથી જાણવા મળ્યું છે. તમામ પ્લેયરો નેગેટીવ આવ્યાની જાહેરાત બીસીસીઆઈના પ્રમુખ સૌરવગાંગુલીએ જણાવ્યું હતુ કે દીપક ચહર અને રૂતુરાજ ગાયકવાડને કોરોના પોઝીટીવ આવતા ટીમના તમામ પ્લેયર્સ દુબઈની હોટલમાં કોરોન્ટાઈન થયા હતા ગયા વર્ષનાં ફાઈનલમાં આવેલ આરસીબીની જગ્યાએ આ વર્ષ ચેન્નઈ પ્રથમ મેચ રમશે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ બી.સી.સી.આઈ. ફાઈનલ રીઝલ્ટની રાહ જોઈ રહી છે. ત્યારે ચેન્નઈ પોતાની મેચને પાછળ ધકેલવા માંગતી નથી.

મુંબઈ ઈન્ડીયન્સ પણ પોતાની પ્રથમ મેચ સંપૂર્ણ શકિત સાથે રમવાની તૈયારી દર્શાવી રહ્યું છે. મુંબઈ ઈન્ડીયન્સ આ વર્ષ પોતાનું તાકાત લગાવી દેશે ચેન્નઈ સુપરકીંગના ખેલાડીયોના મતમુજબ કોરોના આવવાથી કોઈ પ્રશ્ર્ન ઉદભવ થયો નથી. અને બધા પ્રથમ મેચ રમવા માટે ખૂબજ ઉત્સુક છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.