Abtak Media Google News

એલીમીનેટરમાં દિલ્હી કેપીટલ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે

આઈપીએલ-૨૦૧૯ની સિઝન ખુબ જ રોમાંચકભરી રહી છે. છેલ્લા લીગ મેચ સુધી કવોલીફાયરની ચોથી ટીમ માટે અસમંજસનો માહોલ સર્જાયો હતો ત્યારે કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નઈ વચ્ચે રમાયેલા મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબનો વિજય થયો હતો જેના કારણે પોઈન્ટ ટેબલમાં મોખરે રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ બીજા સ્થાને આવી પહોંચી હતી જેનું બીજું કારણ એ પણ સામે આવ્યું છે કે, મુંબઈ અને કેકેઆર વચ્ચે રમાયેલા મેચમાં મુંબઈએ કેકેઆરને માત આપી સારી રન રેટ હોવાનાં કારણે પોઈન્ટ ટેબલ ઉપર મોખરે આવ્યું હતું.

કેકેઆર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે લીગનો છેલ્લો મેચ રમાયો હતો જો તેમાં કેકેઆરનો વિજય થયો હોત તો ચોથા ક્રમ પર રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ચોથા ક્રમ પરથી હટી કેકેઆરનું સ્થાન સુનિશ્ચિત થાત પરંતુ મુંબઈ ઈન્ડીયન્સની શાહી રન રેઈટ અને કેકેઆર સામેનાં વિજયથી પોઈન્ટ ટેબલમાં મોખરે રહેવાની પણ તક મળી હતી. જયારે સનરાઈઝર્સ હૈદરાબાદનું પણ સ્થાન સુનિશ્ર્ચિત થયું છે ત્યારે હવે આઈપીએલનો જંગ ખરાઅર્થમાં જામ્યો છે.

પ્રથમ કવોલીફાયર મેચ ૭મી મે ચેન્નઈનાં ચકોપ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. તેમાં વિજેતા થયેલી ટીમ સીધી ૧૨ મી મેએ હૈદરાબાદ ખાતે ફાઈનલ મેચ રમશે. એવી જ રીતે ૮મી મેનાં રોજ એલીમીનેટર મેચમાં દિલ્હી કેપીટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો વિશાખાપટ્ટનમ ખાતે થશે તેમાં વિજયી થયેલી ટીમ કવોલીફાયર-૧માં હારેલી ટીમ સાથે મુકાબલો રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.