Abtak Media Google News

ચેન્નઇ સુપરકિંગ્સએ ચોથું આઇપીએલ ટાઇટલ જીત્યું : ધોનીએ ટી-20માં સુકાની તરીકે 300 મેચ રમવાનો ઇતિહાસ રચ્યો

ચેન્નાઇ સુપર કિંગ્સે ચોથી વખત આઈપીએલ ટાઇટલ જીતતા અનેક ક્રિકેટ ફેન્સને જલસો કરાવ્યો હતો.  ફાઇનલમાં કોલકાતાને 27 રનથી માત આપી ટીમને વિજય અપાવ્યો હતો. બીજી તરફ .  ધોનીએ ટી-20માં સુકાની તરીકે 300 મેચ પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો હતો. ત્યારે “ચારેય ખાનામા” કોલકતાને ચિત આપી “સુપર કિંગ”ને સાજે તેવો ચેન્નઇએ  વિજય મેળવયો હતો.

ચેન્નાઇની ઇનિંગમાં ડુ પ્લેસિએ 86 રન તેમજ ગાયકવાડે 32, ઉથપ્પા 31 અને મોઇન અલીના 37 રને  અણનમ રહ્યો હતો. જેના પગલે ટીમે  20 ઓવરના અંતે  3 વિકેટે 192 રન કર્યા હતા. જવાબમાં કોલકતા તરફથી  શુભમન ગીલ 51 અને વેંકટેશ ઐયર 50 રન નોંધાવ્યા હતા પરંતુ  કોલકાતા  પડકાર ઝીલી શક્યું ન હતું અને ચેનઇન બોલરોની ઘાતક બોલિંગના પગલે કલકત્તાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી અને ટીમને પરાજય પણ મળ્યો હતો.

આઇપીએલ ફાઇનલમાં કલકત્તાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો તે સાચો હતો પરંતુ તેમના બોલેરોની જે કુશળતા હતી તે પ્રમાણે બોલોને બોલિંગ કરવાની તક આપવામાં ન આવતા ચેન્નઈ ની ટીમ મેચની શરૂઆત થી જ કલકત્તા પર ભારે પડી હતી. બીજી તરફ ચેન્નઈ ની રણનીતિ પણ આપ નજરે પડતી હતી કે દરેક ઓવરમાં રનરેટ ઊંચી હોવી જોઈએ જેથી મોટો સ્કોર કરવા માં સરળતા રહે પરિણામે ચેન્નઈના ઓપનરો દ્વારા જે રમત રમવામાં આવી તેનાથી ટીમ ૧૯૨ રન સુધી પહોંચી શકી હતી. મેચના અંતે ફેફ ડુપ્લેસીને મેન ઓફ ધ મેચ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો.

ચેન્નાઇની ટીમે ચારે ખાનામાં સારી રમત દાખવી કલકત્તા ને બે ફૂટ ઉપર ધકેલી દીધું હતું તેમના ફિલ્ડરો એ પણ ખૂબ જ સારી ફિલ્ડિંગ કરી કલકત્તા ને સ્ટેટ થવા દીધું ન હતું અને મેચ પર પ્રથમ અને બીજી ઇનિંગમાં પકડ જમાવી રાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.