Abtak Media Google News

પોલીસ જાપ્તામાંથી ફરાર થયાના બે દિવસ બાદ પુણેથી ધરપકડ કરાઈ

બોગસ આધાર કાર્ડનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યાના બે દિવસ બાદ સોમવારે તેની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે જૂનાગઢના રહેવાસી ચેતન માંગરોલિયાની શુક્રવારે બનાવટી આધારકાર્ડ કેસમાં પુણેથી ધરપકડ કરવામાં આવી છે.

સીઆઇડી(ક્રાઈમ)ની સાયબરસેલ પોલીસમાં રવિવારે નોંધાયેલી એફઆઈઆર મુજબ, તેને શનિવારે ગાંધીનગરના સેક્ટર-10માં કર્મયોગી ભવનમાં સાયબરસેલની ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો.  ચેતન પોલીસ કસ્ટડીમાંથી છટકી ન જાય તે માટે કોન્સ્ટેબલ વિક્રમસિંહ રાઠોડ તૈનાત હતા.  “વોશરૂમનો ઉપયોગ કરવાના બહાને તે કસ્ટડીમાંથી ભાગી ગયો.સીઆઇડી (ક્રાઈમ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ એવા કેસની તપાસ કરી રહી હતી જેમાં નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પગેરું જૂનાગઢના રહેવાસી ચેતન અને તેના સાથી વિપુલ માંગરોલિયા તરફ દોરી ગયું. ત્યારબાદ સીઆઇડી (ક્રાઈમ) પોલીસે તેઓનું લોકેશન પુણેમાં ટ્રેસ કર્યું.

18 ઓગસ્ટે સીઆઇડી (ક્રાઈમ)એ પુણે પોલીસની મદદથી ચેતનની ધરપકડ કરી અને તેને ગાંધીનગર લઈ આવ્યા હતા. આરોપી કસ્ટડીમાંથી નાસી છૂટ્યા બાદ સીઆઇડી (ક્રાઈમ)ની વિવિધ ટીમોએ તેને શોધવાનું શરૂ કર્યું હતું. સોમવારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની મદદથી સીઆઇડીએ ચેતનને ફરીથી પકડી પાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.