ચેતજો સૌથી વધુ રિસ્કી છે ટેલીગ્રામ !!!

ફેક ટેલિગ્રામ મેસેન્જરથી તમારી વ્યક્તિગત માહિતી હેક થઈ શકે છે

અબતક, નવીદિલ્હી

એક તરફ ભારત ડિજિટલ ક્રાંતિ સર્જવા માટે સતત પ્રયત્ન હાથ ધરી રહ્યું છે ત્યારે બીજી તરફ લોકોની જાગૃતતાના અભાવે અનેક પ્રકારે સાઇબરફ્રોડ થતાં હોય છે એટલું જ નહીં ઘણા એપ્લિકેશનો એવી પણ છે કે જે લોકોની વ્યક્તિગત માહિતીઓ અને હેક કરી લેતી હોય છે. ત્યારે મહતમ લોકો ટેલિગ્રામ ને સુરક્ષિત એપ્લિકેશન માનતા હતા પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જ એપ્લિકેશન સૌથી રિસ્કી સાબિત થઇ રહી છે. પહેલા ટેલિગ્રામ આવતા જ લોકો ડરી જતા હતા કે કોઈ માથા સમાચાર તો આવ્યા નહીં હોય ને ત્યારે હવે આજની 21મી સદીમાં જ માથા સમાચાર ગ્રામ લાવી શકે છે. હાલના તબક્કે આ પ્રકારના ગંભીર ઘટનાઓથી બચવા માટે લોકોએ જાગૃતતા કેળવવી ખૂબ જ જરૂરી છે. સાઇબર સિક્યુરિટી ના તજજ્ઞોનું માનવું છે કે ટેલિગ્રામ મેસેન્જર એપ્લિકેશન તમારા કોમ્પ્યુટર અથવા તો વિન્ડો બેઝ માલવેર મારફતે તમારી મહત્વની માહિતીઓને હેક થઈ શકે છે. બીજી તરફ જે ગુનેગારો ટેલિગ્રામ ને હેક કરે છે તેવો પર્પલ ફોકસ નામક રૂટકીટ વર્ઝનનો ઉપયોગ કરતા નજરે પડ્યા છે.

આ પ્રકારના સાયબર એટેક ની ખાસિયત એ છે કે આ દરેક તબક્કે અલગ ફાઈલ ઉભી કરે છે અને લોકો અજ્ઞાનતાના અભાવે તેને ઓપન કરી પોતાની સમગ્ર માહિતી સાઇબર ફ્રોડ કરનાર આરોપીને અજાણતાં આપી દેતા હોય છે. અહીં જે સાયબર એટેક કરવામાં આવતો હોય છે તેમાં નાની નાની ફાઈલ નો મહત્તમ ઉપયોગ હેકરો દ્વારા કરવામાં આવે છે અને તેનાથી જે તે વ્યક્તિ ભોગ બનતું હોય છે. હાલના તબક્કે જે સોશિયલ મીડિયાના માધ્યમો જોવા મળી રહ્યા છે અને લોકો જે તેનો અનુભવ કરે છે તેનાથી લોકોએ સાવચેતી કેળવવી ખૂબ જરૂરી અને અનિવાર્ય છે જો આ સમયગાળા દરમિયાન જે કોઈ વપરાશકર્તાઓ ગંભીરતાથી આ મુદ્દાને નહિ લિયે તો ઘણા પ્રશ્નો પણ ઊભા થશે સાથોસાથ સોશિયલ મીડિયામાં જે લોકો ટેલિગ્રામ નો મહત્તમ ઉપયોગ કરતાં હોય છે તેઓએ ગંભીરતાથી આ મુદ્દાને ધ્યાને લેવું પડશે એટલું જ નહીં કોઈ પણ ખોટી લીંક ઉપર જવું નહીં,  એટલું જ નહીં વપરાશકર્તા તમામ પ્રકારે સજાગતા પણ કેળવી એ પણ એટલીજ  જરૂરી છે.