અખિલ ભારતીય બોઘ્ધ ધમ્મ સંઘ દ્વારા છાત્ર સન્માન સમારોહ યોજાશે

અખિલ ભારતીય બૌઘ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા ધો. 10 થી 1ર ના વિઘાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ આવતીકાલ તા. 31 ને રવિવારના રોજ  સવારને 9.30 કલાકે ડો. બાબા સાહેબ આંબેકડર હોલ, દાસીજીવણપરા, ઉત્કર્ષ સ્કુલ સામે, રાજકોટ મુકામે યોજાનાર છે. ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી.

સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, હોદેદારોની પ્રેરક ઉપસ્થિતિ 

અખિલ ભારતીય બૌઘ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ પ્રેરીત તા. 31 ને રવિવાર સવારે 9.30 કલાકે ડો. બાબા સાહેબ આંબેડકર હોલ દાસીજીવન પરા ઉન્કર્ષ સ્કુલ સામે રાજકોટ તેજસ્વી વિઘાર્થીઓ ધો. 1 થી 1ર માટે તેજસ્વી વિઘાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલ હોય સર્વ વિઘાર્થીઓ ને આમંત્રીત કરવામાં આવે છે.

અખિલ ભારતીય બૌઘ્ધ ઘમ્મ સંઘ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે છેલ્લા ઘણા વર્ષથી વિઘાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ શાંતાબેન મકવાણા, ખોડાભાઇ પારઘી, મનીષાબેન પરમાર, મગનભાઇ પરમાર, સંગઠન મંત્રી જાગૃતિબેન એડવોકેટ દિલીપભાઇ સોલંકી, સચિવ બીજલભાઇ મકવાણા, બાલુભાઇ મકવાણા, કરશનભાઇ મકવાણા, દેવશીભાઇ દાફડા, હિમતભાઇ મયાત્રા, તુલસીભાઇ મકવાણા, અસ્મિતાબેન ગઢીયા, મીનાશીબેન પરમાર, રમેશભાઇ ચાવડા, હિરાભાઇ ચાવડા, ડાયાભાઇ અને અન્ય સમાજ અગ્રણીઓ અને ટ્રસ્ટી મંડળના સહયોગની અપેક્ષા સાથે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે.