કાલે ગાંધી જયંતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોરબંદરમાં

કિર્તી મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં સામેલ થશે

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની આવતીકાલે જન્મ જયંતિ છે. પૂ. બાપુના જન્મ સ્થળ એવા પોરબંદરમાં આવતીકાલે વિવિધ કાર્યક્રમો યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે પોરબંદરની મુલાકાત લેશે અને સર્વધર્મ પ્રાર્થના સભામાં સામેલ થશે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પણ પોરબંદર આપી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ગાંધી જન્મ સ્થાન કિર્તી મંદિર ખાતે દર વર્ષ બીજી ઓકટોબરે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે. આવતીકાલે સવારે 8 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપશે ત્યારબાદ કિર્તી મંદિર નજીક શીતલા ચોક ખાતે સિટી બસનું લોકાર્પણ કરશે.પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપ્યા અને સિટી બસ સેવાના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સુદામા ચોક ખાતે એક જાહેરસભાને પણ સંબોધવાના હતા આ અંગે વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી હતી. પરંતુ સંભવત: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદ ખાતે તેઓ એક કાર્યક્રમમાં હાજરી આપવાના હોય મુખ્યમંત્રીનો પોરબંદર ખાતેની સભા રદ કરવામાં આવી છે.