Abtak Media Google News

‘જાણતા રાજા’ મહાનાટકમાં બંને ઉપસ્થિત રહેવાના હતા છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ

રાજય સરકારના યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં વિભાગ અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આજથી રેસકોર્ષ ખાતે શિવાજી મહારાજના  જીવન કવન આધારિત જાણતા રાજા મહાનાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ  અધયક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહેવાના હતા જોકે છેલ્લી ઘડીએ  પટેલ અને પાટીલનો કાર્યક્રમ રદ થયો છે. આજે પટેલ અને  પાટીલનો રાજકોટનો કાર્યક્રમ રદ થયો છે. હવે માત્ર ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવ્યા છે. શિક્ષણ મંત્રી અને  રાજકોટ જિલ્લાના પ્રભારી જીતુભાઈ વાઘાણીનું હચુડચુ છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ એક વાત ચિત  દરમિયાન જણાવ્યું હતુ કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને  ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટની મૂલાકાતે આવી રહ્યા હોવાનો કોઈ સત્તાવાર કાર્યક્રમ મારી પાસે આવ્યો નથી.  આ વાત પરથી ફાઈનલ થઈ રહ્યું છે કે પટેલ અને પાટીલ આજે રાજકોટ આવતા નથી બીજી તરફ એવી ચર્ચાઓ  પણ  ચાલી રહી છે કે, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષનો કાર્યક્રમ ફાઈનલ થયો ન હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પત્રીકામાં બંનેના નામ છાપવામાં આવ્યા હતા.

છત્રપતિ શિવાજી મહારાજના જીવન કવન આધારીત  જાણતા રાજા મહાનાટય મંત્રી હર્ષભાઈ સંઘવી, અરવીંદભાઈ રૈયાણી તથા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

અતિથી વિશેષ તરીકે મેયરડ ો. પ્રદિપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદો મોહનભાઈ કુંડારીયા,  રમેશભાઈ ધડુક,  રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો  ગોવિંદભાઈપટેલ,  જયેશભાઈ રાદડીયા,  ુંવરજીભાઈ બાવળીયા, શ્રીલાખાભાઈ સાગઠીયા,  ગીતાબા જાડેજા,  લલીતભાઈ વસોયા,  જાવેદપીરઝાદા મોહમ્મદ,  લલીતકગથરા,  અને  ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે.

જાણતા રાજાએ સમગ્ર એશિયાનું સૌથી મોટુ જીવંત રીતે ભજવાતું મહાનાટ્ય છે. અત્યાર સુધીમાં આ નાટ્યના 1000થી વધુ શો સમગ્ર ભારતમાં ભજવવામાં આવ્યા છે. આ નાટકમાં કુલ300 જેટલા કલાકારો ભાગ લેનાર છે. જેમાંથી 125 કલાકારોને રાજકોટના છે અને મહારાષ્ટ્રના 125 કલાકારો ભાગ લેનાર છે. આ મહાનાટ્યમાં મનુષ્યો સિવાય જીવંત કલાકારોમા ં1 હાથી, 6ઘોડા, 4 ઉંટ અને 1 બળદગાડાનો સમાવેશ થાય છે. જાણતા રાજા મહાનાટ્ય અંદાજિત 5,000 લોકો એક સાથે જોઈશ કે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ 4 એલ.ઈ.ડી સ્ક્રિનની સુવિધા પણ કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.