Abtak Media Google News

સોમપીપળીયા ગામે નાની સિંચાઇ યોજના, ગોકલાધાર માઘ્યમિક શાળા અને આટકોટ બસ સ્ટેનડનું ખાતમુહુર્ત કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે રવિવારે ફરી એકવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે બપોરે સી.એમ. રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામે વિવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત ભૂમીપુજન કરશે. દરમિયાન આજે સાંજે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલના મહાસંમેલનમાં સહભાગી થવા માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

આવતીકાલે રવિવારે બપોરે 3 કલાકે મુખયમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના સોમ પીપળીયા ગામે આવશે અહી તેઓના  હસ્તે સોમપીપળીયા (ગોકલાધાર) નાની સિંચાઇ યોજના, ગોડલાધાર, માઘ્યમિક શાળા અને આટકોટ બસ સ્ટેશનનું ખાતમુહુર્ત કરશે ઉપરાંત અન્ય વિકાસ કામોનું ભૂમિપુજન કરશે આ તકે અતિથી વિશેષ તરીકે રાજયકક્ષાના વાહન વ્યવહાર, નાગરીક ડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઇ રૈયાણી ઉ5સ્થિત રહેશે. રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર ઉપરાંત રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા, રાજકોટ દક્ષીણ બેઠકના ધારાસભ્યો, જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, વાંકાનેરના ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદા, ટંકારાના ધારાસભ્ય લલીતભાઇ કગથરા અને ચોટીલના ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા ખાસ ઉ5સ્થિત રહેશે. વિધાનસભાની ચુંટણી નજીક આવતા રાજય સરકાર દ્વારા આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વ તમામ વિકાસ કામો  શરુ કરી દેવા માંગે છે.

આ ઉપરાંત જે પ્રોજેકટ ચાલે વછે તે ઝડપથી પૂર્ણ કરી તેનું લોકાર્પણ કરી દેવા માંગે છે જસદણ પંથકમાં ગત મહિને વડાપ્રધાન નરેન્દભાઇ મોદી દ્વારા કે.ડી. પરવાડીયા હોસ્પિટલનું લોકાપર્ણ કરાયા બાદ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વિવિધ પ્રોજેકટના ખાતમુહુર્ત માટે જસદણ તાલુકામાં આવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.