Abtak Media Google News

દ્વારકાથી ૧૧ કીલોમીટર દૂર આવેલા શીવરાજપુર બીચને બ્લુ ફેગનો બીચનો દરરજો મળ્યા બાદ પ્રવાસનને વેગ આપવા ફેઝ-૧માં યાત્રિક સુવિધા કેન્દ્ર, સાયકલ ટ્રેક સહિતની સવલતો ઉભી કરાશે. જેના અનુસંસાધને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા પ્રવાસી સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહર્ત કરાયું હતું.

Dsc 0112

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વરાકા જિલ્લાના શિવરાજપુર બીચ ખાતે ફેઝ-૧ અંતર્ગત પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.

Dsc 0157શિવરાજપુર બીચ ખાતે ફેઝ-૧ અરાઈવલ પ્લાઝા, ઈન્ટરવેન્શન સેન્ટર, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, સાઈકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઈલેટ બ્લોક, ઈલેક્ટ્રીક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક સહિતની સુવિધાઓનું નિર્માણ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થતાં ગુજરાતના પ્રવાસનને વેગ મળ્યો છે.બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ માનવામાં આવે છે. કુદરતના અદભુત સૌંદર્યનો નજારો શિવરાજપુર બીચ ખાતે જોવા મળે છે. સ્વચ્છ પાણી ધરાવતો આંખને શીતળતા આપતો આ દરિયા કિનારો ધરાવતો શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે ખુબ જ સુંદર નજારો આપતું સ્થળ બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.