Abtak Media Google News

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિવિધ નવ સ્થળોએ બસ વર્કશોપ ,બસ સ્ટેશનનું ઇ- લોકાર્પણ અને પાંચ સ્થળોએ નવીન સ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કર્યુ હતું. જેમાં રાજકોટ જિલ્લાના  વીરપુરના નવા બસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી રાજ્યમાં એસટી નિગમ દ્વારા વધારવામાં આવેલી સેવાઓ અને એસટી નફાનુ સાધન નહીં પરંતુ જનતાની સેવા નું માધ્યમ છે તેમ જણાવી કોરોના ના કપરા કાળમાં એસટીની સેવાને બિરદાવી હતી.આ ઓનલાઇન કાર્યક્રમમાં સરધાર ખાતેથી વાહન વ્યવહાર મંત્રી  આર.સી.ફળદુએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

વિરપુર બસ સ્ટેશનના ઈ ખાતમુહૂર્ત કાર્યક્ર્મમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  જયેશભાઇ રાદડીયા પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થાનિક કાર્યક્રમ સંપન્ન થયો હતો.

સ્થાનિક માધ્યમો  સાથેની વાતચીતમાં મંત્રી  જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એસટી દ્વારા સેવાઓ અને સવલતો  વધારવામાં આવી છે. ગુજરાત સરકારની મુસાફરો માટે સવલતો અને સેવાઓ વધારવાની કટિબદ્ધતા ના ભાગરૂપે વીરપુરમાં પણ એસ.ટી.ના મુસાફરોને નવા બસ સ્ટેશનમાં વિવિધ સગવડો મળી રહેશે.

વિરપુર ખાતે મંત્રી ના હસ્તે તેમજ સ્થાનિક આગેવાનો ની ઉપસ્થિતિમાં ખાત મુહુર્ત વિધિ સંપન્ન થઇ હતી.

આ પ્રસંગે  મનસુખ ભાઈ ખાચરીયા જિલ્લા ભાજપ પ્રમુખ.  ગોરધનભાઈ ધામેલીયા રાજકીય ડેરી ચેરમેન.  તાલુકાપંચાયત પ્રમુખ  કયાડા વેલજી ભાઈ સરવૈયા જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ . જિલ્લા પંચાયત સદસ્ય  પી જી ક્યાડા.  ભૂપત ભાઈ સોલંકી.  જનક ડોબરીયા. અગ્રણી  દિનકર ભાઈ ગુંદારિયા . પ્રાંત અધિકારી રાજેશ આલ . મામલતદાર  ડી એ ગીનીયા . તથા એસટી વિભાગ ના અઘિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.