- 500 દિકરીઓમાટે અદ્યતન સુવિધા સાથેનું છાત્રાલય સમગ્ર પંથક માટે બનશે આશીર્વાદરૂપ: મુખ્યમંત્રી
ગીર સોમનાથ જિલ્લાનાં દ્રોણેશ્વરમાં ગુરૂકુળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નૂતન ક્ધયા છાત્રાલયનું ખાતમુહૂર્ત થયું.20 કરોડ રૂપિયાનાં ખર્ચે 500 વિદ્યાર્થીનીઓ માટે નિ:શૂલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે.જ્ઞાનથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે.એસ.જી. વી.પી.એ જ્ઞાનવારસાને ગુરુકુળવ પરંપરાના માધ્યમથી આગવો ઓપ આપ્યો છે.વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું રાજ્ય સરકારનું ધ્યેય પણ છે તેવું મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.સંતો-મહંતો અને અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહી હતી.ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ, સંસ્કાર, સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસ.જી.વી.પી., ગુરુકુળ ખાતે શિલાન્યાસ સંપન્ન થયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, ’દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે. જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે.સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીરગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે.’આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં 51 ગામના 10 હજાર દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છે, તે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ તેમણે હર્ષભેર જણાવ્યું હતું.વર્તમાન સમયમાં સમાજ માં ભણતર સાથે ચારિત્ર્ય ઘડતરની પણ એક પ્રકારની ચિંતા હોય છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોએ ગુરુકુળની વ્યવસ્થા દ્વારા એક એવી અદભુત વિરાસતનું નિર્માણ કર્યું છે કે, ગુરુકુળમાં આવનાર દીકરીનું ભણતર તો સારું થશે જ, પરંતુ ઉત્તમ ચરિત્રનું નિર્માણ થશે તે બાબતે વાલીઓ પણ નિશ્ચિત બની જાય છે.
દ્રોણેશ્વર ગુરૂકુળ ખાતે ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા માધ્યમો દ્વારા સમાજમાં દીકરીઓના ભણતરનું પ્રમાણ વધે તે માટે પ્રયાસ કર્યો હતો. તેમાં આ એક નવો આયામ ઉમેરાયો છે.સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરામાં વડાપ્રધાનનાં ’વિકાસ ભી, વિરાસત ભી’ ના ધ્યેય મંત્રને પણ સાકાર થતો જોઈ શકાય છે તેમ જણાવી તેમણે દીકરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ’નમો સરસ્વતી’ અને ’નમો લક્ષ્મી’ યોજનાઓનો ઉલ્લેખ કરીને તેનો પણ મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી.ભુપેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે, 75 માં બંધારણ દિવસની ઉજવણી અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ’વી ધ પીપલ’ અંતર્ગત 11 સંકલ્પો આપ્યાં હતાં. જેમાં એક મહત્વપૂર્ણ સંકલ્પ ’વુમન લેડ ડેવલપમેન્ટ’ છે. ’વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ની સંકલ્પના માટે શિક્ષણ ખૂબ મહત્વનું માધ્યમ બની રહેવાનું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. વડાપ્રધાન કર્તવ્ય પાલન માટે પણ ખૂબ જ આગ્રહી છે. હક્ક સાથે કર્તવ્યનું પાલન પણ સુપેરે કરીએ ત્યારે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે આપણને કોઈ તકલીફ પડવાની નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબને ધ્યાનમાં રાખીને બધી યોજનાઓ બનાવી રહી છે, ત્યારે સો ટકા સંતૃપ્તિ સુધી પહોંચાય અને દરેક ઘર સુધી તેનો લાભ મળે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેનો ઉલ્લેખ કરીને ’ગ્રીન ગુજરાત’ની વિભાવનાને સાર્થક કરતાં દરેક ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તેમજ ’ગ્રીન એનર્જી’ ક્ષેત્રે પણ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે રહ્યું છે.
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ’યહી સમય હૈ, સહી સમય હૈ’ ની ઉક્તિ સૌ સાથે મળીને સાર્થક કરીએ તે જ આજના દિવસનો સંકલ્પ હોઈ શકે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સંત માધવપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ આપતાં જણાવ્યું કે, સંપત્તિ તો ઘણાં બધા લોકો પાસે હોય છે, પરંતુ વાપરવાનું દિલ ઘણા ઓછા લોકો પાસે હોય છે. શિક્ષણના યજ્ઞ માટેનું દાન એ વિશુદ્ધ ભાવે ભગવાનને રાજી કરવાનું કાર્ય છે. આગામી બે વર્ષમાં આ ક્ધયા છાત્રાલય નિર્માણ પામી જશે અને 500 જેટલી દીકરીઓ આ છાત્રાલયમાં રહીને શિક્ષણની સાથે ચારિત્ર ઘડતર પણ કરશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત માન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ.જુનાગઢ સાંસદ રાજેશભાઈ સુડાસમા.પુર્વ મેયર ગિરીશભાઈ કોટેચા.ઉના ગીર ગઢડા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ સહિત સંતો મહંતો તેમજ બહોળી સંખ્યામાં ગીર ગઢડા ઉના તાલુકા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.