Abtak Media Google News

સાયલામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર: કોંગ્રેસ પર આકારા શાબ્દિક પ્રહારો: મ્યાનમાંથી તલવાર કાઢી જનતાનું અભિવાદન ઝીલતા મુખ્યમંત્રી

આગામી રવિવારે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેના જોરશોરથી પડઘમ વાગ્યા બાદ આજે સાંજે પ્રચાર-પ્રસારના ભુંગળા પણ શાંત થશે. રાજકિય પક્ષોના નેતાઓ, આગેવાનો, કાર્યકરો મતદારોને રીઝવવા તો વધુમાં વધુ મત આપી પોતાના ઉમેદવારોને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહયા છે.

આજરોજ સુરેન્દ્રનગરના સાયલા ખાતે મુખ્યમંત્રિ વિજયભાઇ રૂપાણીએ ચૂઁટણી પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાથે ભાજપના ટોચના નેતાઓ પણ સભા ગજાવવા સામેલ હતા. મુખ્યમંત્રીએ સાયલામાં જનતાનું આગવી રીતે અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મ્યાનમાંથી તલવાર કાઢી જનતાનું અભિવાદન ઝીલ્યું હતુ. ર૦ તાલુકા પંચાયત અને ચાર જિલ્લા પંચાયતની ચૂંટણી સાયલા ખાતે છે દેશ આઝાદ થયો ત્યારપછી આજ દિન સુધી કયારેય પણ ભાજપ  સાયલા તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી શકી નથી.

News Image 291718 Primary

ત્યારે સાયલા તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા સભા ગજવી હતી. અને કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. વધુમાં તમામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. તો ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિવિધ વિકાસના કામોથી ઉ૫સ્થિત તમામ મેદનીને વાકેફ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ જે રીતે ભાજપની ટીમ કામ કરી રહી છે તે ચોકકસ વિજય અપાવશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.