Abtak Media Google News

પંચના મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના નિર્માણ માટે રેસકોર્સમાં આયોજીત ભાગવત કામાં મુખ્યમંત્રીનું ટૂંકુ રોકાણ

ગોંડલમાં રાજકોટ અને મોરબી જિલ્લાના સંયુકત કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી: મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટયા

શહેરના રેસકોર્સના મેદાન ખાતે પંચના મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના નિર્માણ માટે ચાલી રહેલી પૂ.ભાઈશ્રીની ભાગવત કામાં આજે સવારે ગોંડલમાં રાજકોટ અને મોરબી જિલ્લા સંયુકત કૃષિ મહોત્સવમાં હાજરી આપવામાં આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ટૂંકુ રોકાણ કરી ભાઈશ્રીની કાનું રસપાન કર્યું હતું અને પ્રાસંગીક સંબોધન પણ કર્યું હતું.

આજે ગોંડલમાં રાજકોટ અને મોરબી જિલ્લાના સંયુકત કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી વહેલી સવારે રાજકોટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીના આગમન બાદ તેઓ સીધા જ રેસકોર્સ ખાતે પૂ.ભાઈશ્રીની ચાલી રહેલી ભાગવત કામાં હાજરી આપવા પહોંચ્યા હતા. પંચના મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના નિર્માણ માટે ચાલી રહેલી ભાગવત કાનું મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રસપાન કર્યું હતું. બાદમાં કાના વ્યાસાશને બીરાજેલા પૂ.ભાઈશ્રીના આશિર્વાદ મેળવ્યા હતા.કા સ્ળે મુખ્યમંત્રીએ ટૂંકુ રોકાણ કર્યું હતું. તેમજ કામાં ઉપસ્તિ લોકોને વિજયભાઈ ‚પાણીએ પ્રાસંગીક ઉદબોધન પણ કર્યું હતું. રેસકોર્સની કાના ટૂંકા રોકાણ બાદ મુખ્યમંત્રી સીધા જ ગોંડલ જવા રવાના યા હતા. ગોંડલમાં આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાજકોટ અને મોરબી જિલ્લાના સંયુકત કૃષિ મહોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ તેમની સો જોડાયા હતા. મુખ્ય મહેમાનોમાં સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા, મોહનભાઈ કુંડારીયા સહિતના રાજકીય આગેવાનો પણ કૃષિ મહોત્સવમાં જોડાયા હતા. રાજકોટ અને મોરબી બન્ને જિલ્લાના સંયુકત કૃષિ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખેડૂતો બસો અને ખાનગી વાહનો મારફત ગોંડલ ખાતે ચાલી રહેલા કૃષિ મહોત્સવમાં પહોંચ્યા હતા. રાજકોટમાં મુખ્ય કાર્યક્રમ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકવા આવેલા મુખ્યમંત્રીએ રેસકોર્સમાં ચાલી રહેલી ભાગવત કામાં પણ સમય ફાળવી ટૂંકુ રોકાણ કરીને કાનું રસપાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.