સંપર્ક અભિયાન અંતર્ગત સાણંદના રાજવી પરિવારની મુલાકાત લેતા મુખ્ય મંત્રી

CM Vijaybhai Visiting
CM Vijaybhai Visiting

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની જનકલ્યાણ યોજનાઓથી રાજવી પરિવારને વાકેફ કર્યા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારને સફળતાપૂર્વક ચાર વર્ષ પુર્ણ થયાના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં સંપર્ક અભિયાન ચાલી રહ્યું છે.

તે અંતર્ગત મુખ્ય મંત્રીશ્રી આજે સાણંદના  દરબારગઢ ખાતે  સાણંદ રાજવીના વંશજ એવા શ્રી જયશીવસિહજી રૂદ્રદત્તસિંહજી વાઘેલા અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી.

     મુખ્ય મંત્રીશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા પાછલા ૪ વર્ષમાં અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને તેના જનસામાન્યને મળેલા બહુવિધ લાભો તથા ભારત માતાને શ્રેષ્ઠતાના શિખરે બિરાજીત કરતી વિવિધ  સિધ્ધીઓની શ્રી રાજવી પરિવારને જાણકારી આપી હતી.