Abtak Media Google News

જૂનાગઢ તાલુકાના ઇવનગર ગામ નજીક ચાલતા સુજલામ સુફલામ જળ અભિયાનના કામનું નિરીક્ષણ કરતા રાજયના મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘ

Ivanagar 1રાજયના મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘે આજે જૂનાગઢ તાલુકાના ઇવનગર ગામ નજીક ચાલતા સુજલામ સુફલામ જળ અભિયાનના કામની મુલાકાત લીધી હતી. મુખ્ય સચિવશ્રીએ  ઇવનગરના તળાવને ઉંડુ કરવાની કામગીરી અંગેની માહિતી મેળવી આસપાસના ખેતરોના ખેડૂતોને આ તળાવ ઉંડુ થવાથી થનાર ફાયદા અંગે લાભાર્થીઓ પાસેથી માહિતી મેળવી હતી.

Ivanagar 5ઇવનર ગામે ચાલતા કામમાં એક જેસીબી અને પાંચ ટ્રેકટરથી ફળદ્રુપ માટી ખેતરોમાં ઠલવાઇ રહી છે. સિંચાઇ પંચાયત હેઠળના આ કામમાં ૩૬૫૦ ઘન મીટર માટી કાઢવાનું આયોજન હતું. તેમાંથી ૩૩૦૦ ઘન મીટર માટી અત્યાર સુધીમાં કાઢવામાં આવેલ છે.

જળ અભિયાનને લોક પ્રતિસાદ મળતા અનેક ફાયદા થશે

Ivanagar 2સુજલામ સુફલામ જળ અભિયાન જૂનાગઢ જિલ્લામાં અંતિમ ચરણમાં જઇ રહયું છે. મુખ્યસચિવશ્રી સિંઘે જૂનાગઢ જિલ્લામાં ચાલતા ૧૩૭ કામો અને તેમાંથી પુર્ણ થયેલા કામો અંગેની માહિતી મેળવી હતી. કલેકટર શ્રી સૌરભ પારધીએ જિલ્લામાં જળ અભિયાન અંગે ચાલતી લોક ભાગીદારી અંગેની માહિતી પણ મુખ્ય સચિવશ્રીને આપી હતી.

આ તકે મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું  હતું કે જળ અભિયાનમાં લોકોનો પ્રતિસાદ ખુબ સારો છે. જળ અભિયાન  જન અભિયાન બની ગયું છે. જળઅ અભિયાનને લીધે પાણી વધું સંગ્રહ થશે. અને ખેતીને સીધો ફાયદો થશે.

Ivanagar 4આ મુલાકાત વેળાએ અગ્રણી શ્રી અતુલભાઇ શેખડા, પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વ્યાસ, શ્રી સાદરાણી તેમજ શ્રી વણગોતર, નાયબ કલેકટર શ્રી જવલંત રાવલ, શ્રી કેયુર જેઠવા તેમજ મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.