Abtak Media Google News

ગોંડલ યાર્ડની બહાર મરચા ભરેલા વાહનોની 3 થી 4 કિ.મી. લાંબી લાઈન

રાજકોટઅને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં લાલમરચાની ચિકકાર આવક થવા પામી છે.રાજકોટ યાર્ડમાં ગઈકાલ રાતથી આજે સવાર સુધી મરચાની આવક સ્વીકારવામાં આવી હતી.  રાજકોટમાં 4  હજાર ભારીની આવક થવા પામી હતી. જયારે   ગોંડલ યાર્ડની બહાર મરચા ભરેલા વાહનોની 3 થી4 કિ.મી.નીલાંબી કતારો  લાગી જવા પામી  હતી. ગત વર્ષનીસરખામણીએ આ વર્ષ  સારા ભાવ ઉપજી રહ્યા છે.

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 45 હજાર ભારી ની આવક નોંધાઈ છે. યાર્ડની બહાર બંને બાજુ 2000 થી વધુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતાર લાગી જવા પામી હતી. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.

સમગ્ર ગુજરાતમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે અહીં નું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે જોકે આ વખતે આ મરચાની તીખાશ લોકોના ખિસ્સાને પણ લાગવાની છે કેમ કે આ વખતે ગોંડલીયા મરચાના ભાવમાં મોટો વધારો થયો છે 20 કિલોના આશરે 1500 થી 2000 રૂપિયા સુધીનો ભાવ વધારો ખેડૂતોને મળી રહ્યો છે એક તરફ મરચા નો ભાવ વધારો લોકોની ચિંતા વધારી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને ખુશી અપાવી રહ્યો છે ગયા વર્ષે 20 કિલો મરચા ના ભાવ 2500 થી 3000 રૂપિયા સુધી મળતા હતા જ્યારે આ વર્ષે 20 કિલો મરચાના ભાવ 4000 થી 5000 રૂપિયા સુધી મળી રહ્યા છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે આ વખતે મરચા ના સારા ભાવ મળવા પાછળનું કારણ એ પણ છે કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે તેમજ ઉત્પાદન ઓછું છે જેથી આ મરચાંના ભાવ મળી રહ્યા છે હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થઈ છે ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું,રેવા,  702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટી ના મરચા નું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે

ગોંડલમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.