Abtak Media Google News

બાળકોએ સ્વચ્છતા હી સુંદરતાને ધ્યાને લઈ નિબંધ કાવ્ય રજૂ કર્યા

ચોટીલા પાળીયાદ રોડ પર આવેલ બી.આર.સી.ભવન ખાતે યોજાયેલા બી.આર.સી.કક્ષા ના ચિત્રકામ,નિબંધ,કાવ્ય અને   વકૃત્વસ્પર્ધા ના ભાગ રૂપે ચોટીલા વિસ્તારના અનેક બાળકોએ આ બાળ કલાકારો નું સુંદર ચિત્રકામ નિહાળ્યું હતું.

ચોટીલા તાલુકા ની ૪૪ શાળાઓએ આ કલાઉત્સવ માં ભાગ લીધો હતો.જેમાં ગઢેચી, ચામુંડાનગર,દેવસર જેવા અનેક ગામોની પ્રાથમિક શાળા ના ૪૪ જેટલા બાળકોએ સ્વચ્છતા હી સુંદરતા ના ધ્યાને લઈને સ્વચ્છ ભારત ના ચિત્રો,ગાંધીજીનું ભારત  વિશે નિબંધ,કાવ્ય રજૂ કરીયું હતું.

આ કલાઉત્સવ માં ૧૧ સી.આર.સી.ની ટીમ સાથે ૧૦ નિર્ણાયકો દ્વારા ચિત્ર,નિબંધ,કાવ્ય અને વકૃતવસ્પર્ધા માં એટલેકે આ ચારેય સ્પર્ધા માં ૧ થી ૩ નંબર આપવામાં આવશે.આ અંગે ચોટીલા બી.આર.સી.દશરભાઈએ જણાવ્યું હતું કે આ ચારેય સ્પર્ધા માં જે પ્રથમ નંબરે આવનાર વિર્દ્યાથી ને જિલ્લા કક્ષાએ મોકલવા માં આવશે.અને આચારેય સ્પર્ધા માં ૧થી૩ સુધી નંબર લાવનાર ને પ્રથમ ને ૫૦૦ બીજા ને ૩૦૦ અને ત્રીજા ક્રમ લાવનાર ને ૨૦૦ રૂપિયા ના આપીને સન્માનિત કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.