- છેલ્લા 5 વર્ષમાં અલગ અલગ સ્થળો પરથી બાળ મજુરોને મુકત કરાવી રૂ.1 લાખનો દંડ વસુલ્યો
સુરેન્દ્રનગર જીલ્લામાં બાળકોને શાળાએ અભ્યાસ માટે મોકલવાને બદલે બાળમજુરી કામમાં મોકલતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ આ સમસ્યાને સંપૂર્ણ નાબુદ કરવા તેમજ જીલ્લામાં બાળ મજુરીના દુષણને નાથવા માટે વહિવટી તંત્ર સહિત મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા જન જાગૃતિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે તેમજ બાળ મજુરોને પણ મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં 06 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. જાન્યુઆરી 2020થી એપ્રિલ 2025 સુધીમાં જિલામાં 109 જેટલી રેડ કરીને 06 બાળ શ્રમિકો અને 37 તરુણ શ્રમિકો એમ કુલ 43 બાળ-તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા છે. જે અંતર્ગત મજૂરીએ રાખનાર આવા એકમો પાસેથી કુલ રૂ. 1 લાખ કરતાં વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જીલ્લામાં આ કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં દોષિતો સામે કુલ 17 ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 12 એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
જે નિયમોના ઉલંધ્ધન બદલ છ મહિનાથી બે વર્ષ સુધીની કેદ અથવા રૂા. 20 હજાર થી લઈ 1 લાખ સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે અને આજ પ્રકારનો ગુન્હો બીજીવાર કરે તો 1 વર્ષથી 3 વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.